બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નેનો યુરીયાની 45 લાખ બોટલ પર ગુજરાત સરકાર ખેડૂતોને કરશે સહાય, નવી યોજનાનો અમલ, આટલી ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગર / નેનો યુરીયાની 45 લાખ બોટલ પર ગુજરાત સરકાર ખેડૂતોને કરશે સહાય, નવી યોજનાનો અમલ, આટલી ગ્રાન્ટ મંજૂર

Last Updated: 10:49 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાણાદાર યુરિયાની સાપેક્ષે નેનો યુરિયાની કાર્યક્ષમતા ૯૦ ટકાથી વધુ; 500 ML નેનો યુરિયાની એક બોટલ, 45 KG દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવ પટેલદાણાદાર યુરિયાની સાપેક્ષે નેનો યુરિયાની કાર્યક્ષમતા ૯૦ ટકાથી વધુ; 500 ML નેનો યુરિયાની એક બોટલ, 45 KG દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે

નેનો યુરીયાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા રૂ. ૪૫ કરોડની જોગવાઈ સાથે આ વર્ષે નવી યોજના અમલમાં મૂકાઈ

Urea-2

નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. ૭૫૦ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર મળશે સહાય

આ વર્ષે નેનો યુરિયાની ૪૫ લાખ બોટલ પર ખેડૂતોને મળશે સહાય

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર અને પરંપરાગત દાણાદાર યુરીયા ખાતરોનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જે જમીનના સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણને પણ નુકશાન કરે છે.

Urea-3

રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિ મંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક બોટલ, ૪૫ કિ.ગ્રા. દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. સાથે જ નેનો યુરીયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરીયા કરતા ૯૦ ટકાથી વધારે છે. દાણાદાર યુરીયા ખેતરમાં નાખવામાં આવે છે ત્યારે, માત્ર ૨૦ થી ૩૦ ટકા ખાતરનો જ નાઈટ્રોજન સ્વરૂપમાં ઉપયોગ થાય છે. જ્યારે, બાકીનું યુરીયા ખાતરનો વ્યય થાય છે. ખાતરનો વ્યય અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા શ્રેષ્ઠ વિકલ્પ છે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરીયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. ૭૫૦ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત ૪૫ લાખ નેનો યુરીયાની બોટલ પર સહાય આપવામાં આવશે. નેનો યુરીયાના વપરાશને પ્રોત્સાહિત કરતી આ યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

PROMOTIONAL 13

મંત્રી રાઘવ પટેલે રાજ્યના ખેડૂત મિત્રોને અનુરોધ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે પણ તાજેતરમાં જ નેનો યુરીયા માટે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી પ્રોત્સાહક યોજનાની સરાહના કરીને મહત્તમ ખેડૂતો દાણાદાર યુરિયાની અવૈજમાં નેનો યુરીયાનો ઉપયોગ કરે તે માટે હિમાયત કરી હતી. ખેડૂતોને નેનો યુરિયા પોતાના નજીકના ખાતર ડેપો, સહકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, ખાતરની દુકાન ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે. યુરિયાની બોટલ નાની હોવાથી ખેડૂતો બજારમાં ખરીદી કરવા જાય ત્યારે, પોતાની સાથે થેલીમાં યુરીયાની બે-પાંચ બોટલ સરળતાથી લઈ આવી શકે છે.

વધુ વાંચો: ખેડૂતોને મોદી સરકારે આપી મોટી રાહત! આટલા લાખની લોન પર વ્યાજકાપ યથાવત્, યોજનાને મંજૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે, નેનો બાયો-ટેકનોલોજીથી વિકસાવેલું નેનો યુરીયા વિશ્વનું પ્રથમ પેટન્‍ટ અધારીત સ્વદેશી પ્રવાહી યુરીયા ખાતર છે. પાકને નાઇટ્રોજન તત્વ પૂરું પાડવામાં દાણાદાર યુરિયાની અવેજમાં પ્રવાહી યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ છે. નેનો યુરીયાને સ્પ્રેપંપની મદદથી છોડ ઉપર યોગ્ય માત્રામાં ફોલીયર સ્પ્રે કરતા જમીનની પ્રત બગડતી અટકે છે, સાથે જ જમીન, હવા અને પાણીનું પ્રદુષણ પણ અટકે છે. આ ઉપરાંત નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજને પણ કોઈ અસર થતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nano Urea Urea Farming Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ