બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પૈસાદાર બાપના નબીરાએ વડોદરાની નેન્સીને કોમામાં પહોંચાડી, પરિવારને આર્થિક રીતે પતાવ્યો
Last Updated: 11:23 PM, 29 May 2024
જેનો બાપ પૈસાદાર હોય તેના નબીરા સંતાનોને લોકોના જીવની કિંમત નથી હોતી. આવી જ ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં એક નબીરાએ એક દીકરીનું જીવન બરબાર કરી નાખ્યું છે. બાઈકની એક ટક્કરથી દીકરી જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે અને નબીરો રિલ્સ બનાવવામાં મસ્ત છે.નબીરાઓ હોસ્પિટલમાં પણ રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં હીરોપંતી બતાવી રહ્યો છે. જે નબીરાએ જે દીકરીને ટક્કર મારી તેની જિંદગી બરબાદ કરી નાખી છે.
ADVERTISEMENT
પૈસાદાર બાપના નબીરાએ વડોદરાની નેન્સીને કોમામાં પહોંચાડી, પરિવારને આર્થિક રીતે પતાવ્યો#Vadodara #Accident #VTVGujarati pic.twitter.com/QooMf98xmR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2024
નેન્સી બાવીસી અકસ્માત કેસ
ADVERTISEMENT
નન્સી છેલ્લા 82 દિવસથી કોમામાં છે. અને તેની સારવાર કરાવતા-કરાવતા પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે અને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે. ગૃહમંત્રી સુધી રજૂઆત કરાઈ છે પરંતુ નેન્સીની આ હાલત કરનાર સગીર નબીરા સામે આજસુધી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી અને આ પ્રકારના દાવા સાથે પરિવાર કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
7 માર્ચના નેન્સી બાવીસીનો અકસ્માત થયો હતો
ઘટના અંગે વાત કરવામાં આવે તો નેન્સી 7 માર્ચે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહી હતી, ત્યારે અલ્પાપુરી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક પૂરપાટ ઝડપે આવતા સગીરે તેની એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી. નેન્સી હવામાં ફંગોળાઈને નીચે પટકાઈ હતી. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ રાહદારીઓએ તેને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં નન્સી કોમામાં સરી પડી હતી. બીજી તરફ આરોપીને પોલીસ હવાલે કરાયો.. પરંતુ પોલીસે સગીર હોવાથી નોટિસ આપી છોડી મુક્યો.
વાંચવા જેવું: અમદાવાદમાં 1000,00,00,000નું કૌભાંડ, CID ક્રાઈમે ચૂંટણી પંચને પત્ર લખ્યો, જાણો મામલો
ન્યાય માટે પીડિત પરિવારની માંગ
આરોપી સગીર હતો પરંતુ તેને સ્પોર્ટ્સ બાઈક અપાવનાર પિતા નહીં. તો કેમ તેના પિતાને પણ નોટિસ આપી પોલીસે સંતોષ માની લીધો. જેની ઉમર જ બાઈક ચલાવવા જેટલી નથી. તેને બાઈક લઈ આપનાર સૌથી પહેલો ગુનેગાર ગણાય. શું અહીં પોલીસ પૈસાના જોરે નબીરાને અને તેના પિતાને બચાવવામાં લાગી છે..? શું પુરાવા સાથે છેડછાડ કરવા તપાસ લાંબી ચાલી રહી છે?જો એવું નથી તો નન્સીનું જીવન બરબાદ કરનાર નબીરા અને તેના પિતા સામે ક્યારે કડક કાર્યવાહી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.