બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / અકસ્માતના 115 દિવસે પણ વડોદરાની નેન્સી બાવીસી કોમામાં, આરોપી હજુય પોલીસ પક્કડથી દૂર
Last Updated: 12:00 PM, 29 May 2024
વડોદરામાં નબીરાએ કરેલા અકસ્માતનાં 115 દિવસ બાદ પણ નેન્સી બાવીસી કોમામાં છે. ત્યારે ઘટના બાદથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી માસૂમ દીકરી. ઘટના બાદ પોલીસે સગીર નબીરાની પૂછપરછ કરી તેનો છોડી મૂક્યો હતો. આરોપી સામે કાર્યવાહી કરવામાં પોલીસ ઢીલી નીતિ રાખી રહી છે. પોલીસે સગીરનાં પિતા કે બાઈકનાં માંલિક સામે ગુનો નોંધવાની પણ તસ્દી લીધી નથી. ત્યારે નેન્સી વાબીસી નામની યુવતીને સગીર નબીરાએ સ્પોર્ટ્સ બાઈકથી અડફેટે લીધી હતી. ઘટનાને મહિના વીતવા છતાં પીડિતાને ન્યાય મળ્યો થી. આ સમગ્ર મામલે સગીર નબીરાને બચાવવાની પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વડોદરાની નેન્સી બાવીસી અકસ્માત બાદ કોમામાં છે. ત્યારે નેન્સી 115 દિવસથી અકસ્માતનો ભોગ બની છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં સ્પોર્ટસ બાઈક ચાલક સગીરે નેન્સીને અડફેટે લીધી હતી. નેન્સી એલએલબીનો અભ્યાસ કરે છે. તેમજ તે પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. નેન્સી રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમા હાલ દાખલ છે. તેમજ નેન્સીનાં પિતાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા સગીરની અટકાયત કરવામાં આવતા યુવતીનાં પિતાને ન્યાય મળવાની આશા દેખાઈ હતી. પરંતું પોલીસ દ્વારા ઢીલી નીતી રાખી સગીરને થોડાક જ સમયમાં છોડી દેતા યુવતીનાં પિતાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પોલીસે સગીરના પિતા કે બાઈકનાં માલિક સામે ગુનો નોંધવાની પણ તસ્દી લીધી ન હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સગીર ખાનદાની નબીરો હોવાનાં કારણે પોલીસે સમગ્ર મામલે કાચુ કાપ્યું છે. તેમજ અકસ્માત બાદ નેન્સીનો પરિવાર વેરવિખેર થયો હતો. નેન્સીનાં પિતા પણ વ્યવસાયમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. 115 દિવસ બાદ પણ પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે. પોલીસ માલેતુજારોનાં ઘૂંટણિયે પડી છે. તેમજ નેન્સીને ન્યાય આપવામાં પોલીસ નિષ્ફળ રહી છે. 7 માર્ચે રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનામાં હજુ સુધી યુવતીને ન્યાય ન મળતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.