અમદાવાદ / ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તે માટે સરકાર સતર્ક

ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના આગમનને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. જો કે આ સમયે જ ચાલી રહેલા અનામત આંદોલનને કારણે સરકાર ચિંતિત છે. ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો દરમિયાન દેખાવકારો દેખાવ ન કરે માટે સરકાર સતર્ક બની છે. આ માટે રાજ્ય સરકારે ખાસ 50 જેટલા અધિકારીઓને આંદોલનકારીઓ પર વોચ રાખવાની જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ખાસ કરીને વોચ રાખશે અને ટ્રમ્પના આગમનમાં આંદોલન અડચણરૂપ ન બને તે મામલે પગલા લેવાશે. ગુપ્તચર એજેન્સીની પણ આ માટે મદદ લેવાશે.. હાલ રાજ્યમાં જુદા જુદા મુદ્દે ચાલી રહેલા આંદોલન સરકાર માટે પડકારરૂપ બન્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ