નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પના આગમનના પગલે ત્રણ દિવસમાં અહીં બની જશે મિની હોસ્પિટલ, 100 ડૉક્ટર તૈનાત

Namaste Trump mini hospital Motera Stadium ahmedabad

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કરશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમ્યાન સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો હાજર રહી તેનો આનંદ માણશે. દરમ્યાન આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહેનાર હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમની અંદર મેઇન ગેટ પાસે મિની હોસ્પિટલ તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ હોસ્પિટલ 22મી ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ