દેશના વિવિધ સ્થળો પર હિમવર્ષા થવાને કારણે ગુજરાત પર તેની ખાસ અસર પડી હતી. ગુજરાતના વિવિધ સ્થળો ઠંડીનું મોજું ફરી વળ્યુ હતુ. આ સાથે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતુ.
ગુજરાતમાં સૌથી વધુ ઠંડક કચ્છના નલિયા શહેર ખાતે નોંધયું હતું નલિયાનું તાપમાન 8.6 ડિગ્રી નોંધાતા તે ગુજરાતનું હિલ સ્ટેશન બન્યું હતું. નલિયામાં શિત લહેર હોવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું અને લોકોએ મોટાભાગના કામ પડતાં મુકીને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતુ. આ સાથે ઘર આંગણે તાપણું કરીને મિત્રો સાથે ગરમાગરમ ભજીયાજી જયાફત ઉડાવી હતી
આ સાથે કચ્છનું ભુજ શિત લહેરમાં બીજા નંબરે છે ત્યાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાવા પામ્યું હતુ. તથા ઉત્તર ગુજરાતના ડીસામાં 13.4 ડિગ્રી તથા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 16.8 ડિગ્રી ઠંડીનું તાપમાન નોંધાયું હતું. સંગીત નગરી વડોદરામાં 16.1 ડિગ્રી જ્યારે દક્ષિણ ગુજરાતના ડાયમંડ શહેર સુરતમાં 17.2 ડિગ્રી ઠંડીનો પારો ગગડ્યો હતો. આ સાથે વલસાડમાં 13.1 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 15.4 ડિગ્રી નોંધાયું અને કાઠીયાવાડના સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી ભૂજમાં 11.4 ડિગ્રી તથા કંડલામાં 13.9 ડિગ્રી અમદાવાદમાં 14.6 ડિગ્રી નોંધાયું હતું.