બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરી વાંચ્છુક માટે ગુડ ન્યુઝ, આવી ગઇ વધુ એક સરકારી ભરતી, ફટાફટ આ તારીખ પહેલા કરો એપ્લાય
Last Updated: 11:49 AM, 16 January 2025
સરકારી નોકરીનું સપનું લગભગ દરેકનું હોય છે. એવામાં જો તમે 10 કે 12 પાસ છો તો તમારા માટે સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે. રાષ્ટ્રીય એલ્યુમિનિયમ કંપની (NALCO) એ અલગ અલગ પોસ્ટ માટે ભર્તી ચાલુ કરી છે. જેમાં, લેબોરેટરી, ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિકલ, નર્સ સહિત અન્ય પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ તમામ પોસ્ટ માટે હાલ આવેદન સ્વીકારવામાં આવી રહ્યું છે, જેની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2025 છે જો તમે પણ એપ્લાય કરવા માંગતા હોય તો તેની ઓફિશિયલ વેબસાઇટ www.nalcoindia.com પર જઈને અરજી કરી શકો છો.
ADVERTISEMENT
500 થી વધારે પોસ્ટ માટે અરજી
ADVERTISEMENT
ભારત સરકારના નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર ઉપક્રમ, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) એ વિવિધ જગ્યાઓ માટે કુલ 518 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓમાં લેબોરેટરી માટે 37, ઓપરેટર માટે 226,ફિટર માટે 73, ઇલેક્ટ્રિકલ માટે 63, ઇન્સ્ટ્રુમેન્ટેશન (એમ એન્ડ આર)/ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે 48, ભૂસ્તરશાસ્ત્રી માટે 4,એચઇએમએમ ઓપરેટર માટે 9, માઇનિંગ માટે 1 માઇનિંગ મેટ માટે 15 મોટર મિકેનિક આઇટી માટે 15 જગ્યાઓનો સમાવેશ થાય છે. ડ્રેસર કમ ફર્સ્ટ એઇડરની 22 જગ્યાઓ, લેબોરેટરી ટેકનિશિયન ગ્રેડ III ની 5 જગ્યાઓ, નર્સ ગ્રેડ III ની 7 જગ્યાઓ અને ફાર્માસિસ્ટ ગ્રેડ III ની 6 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે અને વધુ વિગતો માટે સત્તાવાર સૂચના ચકાસી શકે છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
NALCO SUPT (JOT), SUPT (SOT) અને અન્ય ગ્રેડ પોસ્ટ્સ પર ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે, ઉમેદવારો પાસે 10મું, 12મું, ડિપ્લોમા, ITI, અથવા B.Sc ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો તેમની લાયકાત અનુસાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો વધુ વિગતવાર માહિતી અને શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકે છે
અરજદારની ઉંમર
આ NALCO ભરતીમાં જોડાવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 થી 35 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે, જે પોસ્ટ અનુસાર બદલાઈ શકે છે. ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખ એટલે કે 21 જાન્યુઆરી 2025 ના આધારે ગણવામાં આવશે.
કોમ્પ્યુયર પર લેવાશે પરીક્ષા
ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા માટે, ઉમેદવારોએ અરજી કરતી વખતે તેમની પરીક્ષા કેન્દ્રની પસંદગી પણ આપવી પડશે. પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, દરેક પ્રશ્ન 1 ગુણનો હશે. ઉમેદવારોને પરીક્ષા માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય મળશે. પ્રશ્નપત્રમાં 60 % પ્રશ્નો ટેકનિકલ વિષયોના અને 40 % સામાન્ય હશે.
અરજી ફી
અરજી દરમિયાન, જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને અરજી ફીમાં મુક્તિ મળશે. વધુ વિગતો માટે ઉમેદવારો NALCO ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.