અહીંયા છોકરા-છોકરીની ન્યૂડ સેલ્ફીના બદલે આપવામાં આવે છે મોં માગી રકમ

By : krupamehta 01:11 PM, 06 December 2018 | Updated : 01:13 PM, 06 December 2018
જો તમે ક્યારેય બેંક પાસેથી લોન લીધી હોય તો તમે જાણતા હશો કે બેંકના અધિકારીઓ એમ જ લોન આપતા નથી. પરંતુ એ કોઇ ચીજની ગેરન્ટી લઇને લોન આપે છે, કેટલીક વખત બેંક તમારી પ્રોપર્ટી, ઘર વગેરેના બદલામાં પણ લોન આપે છે પરંતુ શું તમે જાણો છો કે એક એવી જગ્યા છે જ્યાં છોકરા-છોકરીઓના ન્યૂડ ફોટાના બદલામાં લોન આપવામાં આવે છે, તમને આ વાત થોડી અટપટી લાગી શકે છે પણ હકીકત છે. 

તમને જણાવી દઇએ કે આ મામલો ચીનનો છે. જ્યાં આજકાલ ઘણી બેંક છોકરા-છોકરીઓને એમના ફુલ ન્યૂડ ફોટાના બદલામાં મોં માગી લોન આપવા તૈયાર છે. મોટાભાગે ઓનલાઇન લોન આપનારી કંપનીઓ આ પ્રકારનો સહારો લઇ રહી છે જેમાં લોકો પાસેથી ન્યૂડ ફોટો ગિરવે રાખીવાનું કહેવામાં આવે છે. આ સર્વિસને નેકેડ લોન સર્વિસથી ઓળખવામાં આવે છે. 

જાણકારી પ્રમાણે આવી લોન કંપનીઓ પહેલા તો જરૂરિયાતમંદ યુવાઓનો ન્યૂડ ફોટો લઇને એમને લોન આપતી હતી ત્યારબાદ લોન સમયસર ના મલે તો એમને કંપની તરફથી એમના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે અને સાથે જ લોકો પાસેથી લોનના વ્યાજથી વધારે રકમ પણ વસૂલ કરવામાં આવે છે. જણાવી દઇએ કે ચીનમાં આ પ્રકારના ઘણા મામલા આવી ચુક્યા છે જેમાં લોકોને એમની ન્યૂડ સેલ્ફીના બદલે લોન આપવામાં આવે છે. 

એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે આ પ્રકારની લોન લેનાર મોટાભાગે 19 થી 23 વર્શની છોકરીઓ અને છોકરાઓ સામેલ હતા. જેમને 1000 થી 2000 ડોલર સુધી લોન લીધી હતી અને જ્યારે આ લોકો લોન ચુકવી શક્યા નહીં તો આ લોકોના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. તમને જણાવી દઇએ કે ચીનમાં હાલ નેકેડ લોન સર્વિસનો વેપાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને સૌથી વધારે યુવા જ એની ચપેટમાં આવી રહ્યા છે. 


1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story