બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વીડિયોઝ / સુરતના સમાચાર / નાગપુરનો ડોલી ચા વાળો પહેલીવાર સુરતની મુલાકાતે, પોલીસે જુઓ કેવું કર્યું સ્વાગત, અપીલ સરાહનીય
Last Updated: 06:03 PM, 17 July 2024
નાગપુરના સ્ટાઇલિશ ડોલી ચાવાળાએ સુરતની મુલાકાત લીધી છે. જે બાદ સુરત પોલીસે ડોલીનો એક વીડિયો શેર કર્યો. જેમાં તેમણે સુરતના લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરી છે. સુરત પોલીસે શેર કરેલા વીડિયોમાં ડોલી ચા વાળાએ જણાવ્યું કે, નમસ્કાર સુરત, હું નાગપુરનો ડોલી ચા વાળો છું. હું સુરતમાં પહેલીવાર આવ્યો છું. સુરત પોલીસ ડ્રગ્સ સામે ખુબજ સરસ કામ કરી રહી છે. તમામ સુરતવાસીઓને મારી અપીલ છે કે, ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન ન કરો અને પોલીસને સહયોગ કરો. ડ્રગ્સ તમારા અને તમારા પરિવાર માટે હાનિકારક છે.
ADVERTISEMENT
નાગપુરનો સ્ટાઇલિશ અને ફેમસ ડોલી ચાવાળો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર સતત ચર્ચામાં રહે છે. ડોલી પોતાની ચા બનાવવાની અને વેચવાની અનોખી સ્ટાઇલ તથા તેના સ્ટાઇલિશ કપડાંના કારણે સોશિયલ મીડિયામાં ઘણો લોકપ્રિય છે. ડોલીની ચાયની માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બીલ ગેટ્સે ચાની ચુસ્કી માણી હતી અને ડોલી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
ADVERTISEMENT
આ જ ડોલી સુરતનો મહેમાન બન્યો છે. આ દરમ્યાન સુરત પોલીસે તેની સોશિયલ મીડિયા પ્રેસન્સને ધ્યાનના રાખીને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. જેમાં સુરત પોલિસે ટ્વિવટર હેન્ડલ પરથી ડોલી ચાવાળાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે અપીલ કરી છે.
સુરત પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ડોલી ચા વાળાએ જણાવ્યું છે કે, નમસ્કાર સુરત, હું નાગપુરનો ડોલી ચા વાળો છું. હું સુરતમાં પહેલીવાર આવ્યો છું. સુરત પોલીસ ડ્રગ્સ સામે ખુબજ સરસ કામ કરી રહી છે. તમામ સુરતવાસીઓને મારી અપીલ છે કે ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન ન કરો અને પોલીસને સહયોગ કરો. ડ્રગ્સ તમે અને તમારા પરિવાર માટે હાનિકારક છે.
તેમની દુકાન ક્યાં છે?
'ડોલી ચાયવાલા' ટી સ્ટોલની દુનિયામાં એક જાણીતો ચહેરો બની ગયો છે, જે તેના ડ્રેસિંગ અને સ્ટાઇલ માટે જાણીતો છે. દરરોજ કોઈને કોઈ ફૂડ બ્લોગર તેમની સ્ટાઈલને કેમેરામાં કેદ કરવા આવે છે. તેમના સ્ટાઇલિશ વર્તન અને અનોખી સર્વિસને કારણે તેમની સરખામણી આઇકોનિક અભિનેતા જોની ડેપ સાથે કરવામાં આવે છે. 'ડોલી ભાઈ' ઇન્ટરનેટ સેન્સેશન છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રવીન્દ્ર નાથ ટાગોર માર્ગ પર આવેલી તેમની ચાની દુકાન હંમેશા ચાયના શોખીનોથી ધમધમતી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.