બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VIDEO : ફૂલ સ્પીડે કાર ચલાવતાં કપલ ખોવાયું મસ્તીમાં, ખોળામાં બેસાડીને ગર્લફ્રેન્ડને કિસ
Last Updated: 03:51 PM, 17 July 2024
ટ્રેન, બસ, બાઈક બાદ કારમાં કપલના રોમાન્સનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવાને ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડીને કિસ કરતાં કરતાં કાર ચલાવી હતી. મહારાષ્ટ્રના નાગપુરમાં આ ઘટના બની હતી. સોમવારે નાગપુરમાં પોલીસે ગુનો નોંધ્યો હતો જ્યારે એક વ્યક્તિ તેના ખોળામાં એક મહિલા સાથે કાર ચલાવતો જોવા મળ્યો હતો જે તેને ગળે લગાવી અને ચુંબન કરી રહી હતી.
ADVERTISEMENT
Couple driving car in compromising position in Dharampeth on Monday night.
— nagpurnews (@nagpurnews3) July 15, 2024
Such irresponsible driving not only risk lives of the car driver and his girlfriend but also put other commuters in danger#nagpurnews #car #accident #nagpur #dharampeth pic.twitter.com/lKd3K2R1Mg
ફૂલ સ્પીડે કાર ચલાવીને કપલ ખોવાયું મસ્તીમાં
ADVERTISEMENT
કાર ફૂલ સ્પીડે ચાલી રહી હતી અને કપલ કિસની મસ્તીમાં ખોવાયું હતું. પુરુષ અને મહિલા બંનેની ઉંમર 28 વર્ષ છે. આ પુરુષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું કહેવાય છે જ્યારે મહિલા વ્યવસાયે એન્જિનિયર છે. કાર લો કોલેજ સ્ક્વેરથી શંકર નગર સ્ટ્રેચ પર હતી, જે નાગપુરના સૌથી વ્યસ્ત રોડ પૈકી એક છે. કારની અંદરનો આ નજારો એક વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.
વધુ વાંચો : સુરત જેવો કિસ્સો ! વેવાઈ-વેવાણ ભાગી ગયાં, છોકરો-છોકરીને પરણાવતાં પહેલા પરણ'વા' ઉપડ્યો
પોલીસે કપલને પકડ્યું
ઘટનાની ગંભીર નોંધ લેતા, પોલીસ અધિકારીએ દંપતીને પકડવા માટે શોધખોળ શરૂ કરી જ્યારે જાણવા મળ્યું કે તે વ્યક્તિ મિત્રની જગ્યાએ કાર છુપાવવાનો પ્રયાસ કરી ભાગી રહ્યો હતો. પરંતુ પોલીસે તેને વર્ધા રોડ પરથી પકડી લીધો અને તેની ગર્લફ્રેન્ડને પણ પકડી પાડી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.