બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જ્યારે મહાકુંભમાં નાગા સાધુ, વૈરાગી સંન્યાસીઓ વચ્ચે છેડાઇ હતી જંગ, નિપજ્યાં હતા અનેકના મોત!
Last Updated: 02:21 PM, 21 January 2025
અઢારમી સદીમાં મેળા દરમિયાન સ્નાન કરવા આવતા વિવિધ સાંપ્રદાયો વચ્ચે ઝઘડા ખૂબ જ થતાં હતા. આ ઝઘડા એવાં કે ઘણીવાર તો લડાઈ થતી હતી. લેખક ચતર માને 18મી સદીમાં એક પુસ્તક લખી હતી.
ADVERTISEMENT
તેમાં લેખકે લખ્યું હતું કે, 'હરિદ્વારમાં 1760માં જ્યારે કુંભ મેળો થયો ત્યારે નાગા સાધુ અને વૈરાગી સંન્યાસી વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ લડાઈમાં ઘણા વૈરાગી સંન્યાસીઓનું મોત થયું હતું. ઝઘડો ફક્ત એક જ વાતનો હતો કે, કુંભમાં સૌપ્રથમ સ્નાન કોણ કરશે?' બસ આ ઘટના બાદ જ કુંભમાં અલગ-અલગ શિબિરો બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: આખરે છેલ્લા 3 મહિનાથી ક્યાં અટકી પડ્યું અમદાવાદ-બુલેટ ટ્રેનનું કામકાજ! આ રહ્યું કારણ
બીજું કે, 1796માં કુંભ મેળામાં નાગા સાધુઓએ ઉદાસી સંન્યાસીઓ પર પણ જાનલેવા હુમલો કર્યો હતો. હવે આ ઘટનામાં એમ હતું કે, તેમણે નાગા સાધુઓની પરવાનગી વગર જ કેમ્પ બાંધ્યું હતું. જો કે, ઉદાસી સંન્યાસીઓએ ખાલસા શીખોની સાથે મળીને નાગા સાધુઓ પર હુમલો કર્યો અને આ હુમલામાં ઘણા નાગા સાધુઓનું મોત થયું. આ બધી થતી અથડામણોને કારણે અંગ્રેજોએ તેમની વહીવટી ભૂમિકામાં અખાડાઓની કામગીરી ઘટાડી દીધી.
કુંભ આયોજનનો આધાર પૌરાણિક કથા પર હોય છે. આ દરમિયાન અમૃત શોધવા માટે સમુદ્રમાં મંથન કરવામાં આવ્યું અને આ મંથનથી સમુદ્રમાં ચાર જગ્યા પર અમૃતના ટીપાં પડ્યા, હવે જે ચાર જગ્યા પર આ ટીપાં પડ્યા ત્યાં-ત્યાં કુંભનું આયોજન કરવામાં આવે છે. આ કથાનું વર્ણન વિષ્ણુ પુરાણ, કૂર્મ પુરાણ, સ્કંદ પુરાણ, ભાગવત પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોવા મળે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.