બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 PM, 4 December 2024
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા લગ્નના બંધનનમાં બંધાયા છે. આજે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં રાત્રે 8.15 કલાકે તેલુગુ રીતિ-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા.
ADVERTISEMENT
લગ્ન બાદ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની પ્રથમ તસવીરો પણ સામે આવી છે. નાગા ચૈતન્યએ તેમના દાદા નાગેશ્વર રાવ દ્વારા ખરીદેલા અન્નપૂર્ણા સ્ટુડિયોમાં શોભિતા ધૂલીપાલા સાથે લગ્ન કર્યા.
ADVERTISEMENT
આ ખાસ અવસર પર દંપતીનો પરિવાર અને દક્ષિણ સિનેમાની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની જોડી ખુબજ આકર્ષક લાગી રહી હતી.
આ સિવાય અભિનેત્રીના પેલ્લી કુથુરુ ફંક્શનના ફોટા પણ સામે આવ્યા છે. જેમાં શોભિતા લાલ બનારસી સાડી પહેરીને ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.
શોભિતાએ લગ્નમાં કાંજીવરમ સાડી પહેરી હતી. ત્રણ ભારે ગળાનો હાર, કાનમાં ભારે બુટ્ટીઓ, હાથમાં મેચિંગ બંગડીઓ સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. નાગા ચૈતન્ય પણ ગોલ્ડન કલરના આઉટફિટમાં શાનદાર લાગી રહ્યા હતા.
લગ્ન પહેલા શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્યની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી . શોભિતા તેની માતા અને દાદીના ઘરેણાં સાથે પીળી સાડી પહેરીને તેની હલ્દી સેરેમનીનો આનંદ માણતી જોવા મળી હતી.
નાગાર્જુનના શોભિતા ધૂલીપાલા સાથે બીજા લગ્ન
તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે બીજા લગ્ન કર્યા છે. અગાઉ અભિનેતાએ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. ચૈતન્ય અને સામંથાના 2021માં છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારપછી અભિનેતાનું નામ શોભિતા ધૂલીપાલા સાથે જોડાઈ રહ્યું હતું. બંનેની ઘણી તસવીરો પણ સામે આવી હતી જેમાં કપલ વિદેશમાં વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ કંગના શર્માનો બેકલેસ બોડીકોન ડ્રેસમાં હોટ અવતાર, બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.