બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે નાગપંચમીની રાત્રે અચૂક કરો આ ઉપાય, લક્ષ્મીજી ધનના ઢગલા કરશે

ધર્મ / આજે નાગપંચમીની રાત્રે અચૂક કરો આ ઉપાય, લક્ષ્મીજી ધનના ઢગલા કરશે

Last Updated: 10:14 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનાની પાંચમી તિથિને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. નાગ પાંચમના દિવસે આટલું કરવાથી માં લક્ષ્મી બનાવશે ધનવાન.

હિંદુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથીને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના આભૂષણ એવા નાગ દેવતાની પૂજા કરવાથી તેમની કૃપા થાય છે. નાગ પાંચમને દેશના અલગ-અલગ ભાગમાં અલગ-અલગ માન્યતા પ્રમાણે ઉજવવાંમાં આવતી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે નાગ પાંચમની રાત્રે અમુક ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનવાન બનાવે છે

pooja-12jpg

નાગ પાંચમની રાત્રે આટલું કરો

તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તો તમે નાગ પાંચમની રાત્રે 5 સોપારીને સૌથી પહેલા માં લક્ષ્મીને સમર્પિત કરો. પછી તે સોપારીને લાલ કપડાંમાં વિટીને તિજોરીમાં મૂકી દેવી. આ ટોટકો કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. દેવું ઉતરે છે. અને આવકના સ્ત્રોત વધે છે. ઘણા લોકોની એ પણ સમસ્યા હોય છે રૂપિયા ખિસ્સામાં ટકતા નથી તો આ ટોટકાથી ખર્ચ પર પણ કાબૂ આવે છે.

2

બીજી તરફ ઘણા લોકોને લાખ કોશિશ કર્યા બાદ પણ ધંધામાં ધારી સફળતા મળી નથી. અથવા તો વ્યવસાય ધીમો ચાલે છે કે પછી ચલાતો જ નથી, તો આવા સમયે નાગ પાંચમની રાત્રે ચાંદીના સિક્કાને ગંગા જળથી પવિત્ર કરીને ઘરમાં રહેલ પૂજાઘરમાં મૂકી દેવો. આ ઉપાય કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે.

PROMOTIONAL 1

માં લક્ષ્મીને રાજી કરવાં માટે નાગ પાંચમની રાત્રે પીળા રંગની કોડીઓ લઈને તેને કાચા દૂધથી સ્નાન કરાવવું. સ્નાન કરાવીને રાતભર માટે પૂજાઘરમાં મૂકી રાખવી અને સવારે તિજોરીમાં મૂકી દેવી. આટલું કરવાથી માં લક્ષ્મી રાજી થાય છે.

નાગ પાંચમની રાત્રે શિવલિંગ પર તાંબાના લોટામાં પાણી લઈને જળાભિષેક કરવું. બાદમાં બિલીપત્ર ચઢાવવું. આમ કરવાથી પાપ ધોવાઈ જાય છે અને પુણ્ય મળે છે.

વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ, તો હવે ખરાબ દિવસોનો અંત, શનિની સાડાસાતીથી પણ મળશે છૂટકારો

ઘરના મુખ્ય દ્વારથી નાગની 8 આકૃતિ બનાવવી અને રોજ પૂજા કરવી. ઘરના મુખ્ય દ્વાર પર નાગની આકૃતિની પૂજા કરવાથી નાગદેવતા જાતકોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nag Panchami Lord Shiva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ