નાફેડ દ્વારા વેપારી સાથે કરાઈ છેતરપિંડી, તુવેરની ખરીદીમાં ગોલમાલ

By : vishal 08:00 PM, 07 December 2018 | Updated : 08:00 PM, 07 December 2018
સરકારની જ પ્રતિષ્ઠીત સંસ્થા વિવાદોના ઘેરામાં સંપડાય ત્યારે સવાલોની વણઝાર ઉભી થાય તે સ્વાભાવીક છે. નાફેડ એ ગુજરાતની પ્રતિષ્ઠીત સંસ્થા છે.

જેમાં એક વેપારીએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા દ્વારા તુવેરની 85 ટન ખરીદી કરી હતી અને 34 લાખ રૂપિયા પણ ચુકવ્યા હતા. જોકે તુવેરની ખરીદી વખતે તેમાંથી જીવાત, કાકારા વધુ પ્રમાણમાં નિકળતા વેપારીએ તુવેર ખરીદવાનો ઈન્કાર કર્યો હતો અને  વિરોધ નોંધાવ્યો હતો. 
જોકે નાફેડ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાએ માલ ખરીદી અંગે દબાણ કરતા વેપારીએ અમદાવાદ નાફેડની ઓફીસનો ઘેરાવ કરવાની હવે તૈયારી દર્શાવી છે. ત્યારે જોવું એ રહ્યું કે વેપારીની ન્યાયિક લડતમાં, આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ન્યાય મળે છે કે કેમ?Recent Story

Popular Story