નાફેડના ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- 'કોઇનું પ્રેસર નથી'

By : hiren joshi 12:44 PM, 09 August 2018 | Updated : 12:45 PM, 09 August 2018
રાજકોટઃ નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. રાજકોટમાં થયેલા મગફળી કાંડ મુદ્દે નિવેદન આપતા વાઘજી બોડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. નાફેડની જવાબદારી મોટી હોવાનુ જણાવી રાજીનામું આપ્યુ છે. પક્ષના બેનર નીચે આપેલા નિવેદન બાદ વાઘજી બોડાએ રાજીનામું આપ્યુ છે. રાજીનામું આપ્યા બાદ વાઘજી બોડાએ જણાવ્યુ છે કે, મગફળી કાંડ મુદ્દે ઉતાવળમાં નિવેદન આપ્યુ હતુ. આ મુદ્દે જણાવીને વાઘજી બોડાએ રાજીનામું આપ્યુ છે. 

હવે સૌથી મોટા સવાલ કે બોડા ક્યારે છોડે છે નાફેડનું પદ ? નૈતિક જવાબદારી સ્વિકારી બોડા ક્યારે આપશે રાજીનામું ? વઘજી બોડાએ શા માટે રાજીનામું આપ્યું ? કોંગ્રેસ પક્ષ નાફેડના બોજા સામે કેમ ધરણા પર બેસતા નથી ? 

મહત્વનું છે કે, વાઘજી બોડા કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. બોડા કેન્દ્ર સરકારની એજન્સી નાફેડના ચેરમેન છે. ગુજરાત સરકાર પર આક્ષેપ કરતો બોડાનો વીડિયો વાયરલ થયો હતો.રાજીનામા બાદ વીટીવી સાથે નાફેડના ચેરમેન વાઘજી બોડાની વાતચીત
  • મારી પર કોઇનું દબાણ નથી - વાઘજી બોડા 
  • મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે - વાઘજી બોડા 
  • કામના ભારણને કારણે રાજીનામું આપ્યું છે - વાઘજી બોડા 
  • કોંગ્રેસ કે સરકાર કોઇનું પ્રેસર મારી પર નથી - વાઘજી બોડાRecent Story

Popular Story