Team VTV06:34 PM, 21 Mar 23
| Updated: 06:34 PM, 21 Mar 23
ગુજરાતનાં નડિયાદ ખાતે સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી પર પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું. છેલ્લે પરદાફાશ થતાં કોર્ટે પિતાને ફાંસીની સજા ફટકારી. મામલો વાંચીને હદયકંપી ઊઠશે.
નડિયાદમાં પોસ્કો કેસ હેઠળ પિતાને ફાંસીની સજા
ડિસ્ટ્રીક કોર્ટે દંડ સાથે ફાંસીની સજા સંભળાવી
11 વર્ષની સાવકી પુત્રી પર આચરતો હતો દુષ્કર્મ
ખેડા જિલ્લાનાં નડિયાદમાં પોસ્કો એક્ટ હેઠળ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પિતાને ફાંસીની સજા ફટકારી છે. સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી પર મહેલજ સીમમાં આવેલા ફાર્મહાઉસ પર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસનો આજે ચુકાદો આવ્યો છે.
પાંચ માસ સુધી કર્યો રેપ
નડિયાદનાં માતર તાલુકામાં આવેલ મહેલજ ગામની સીમામાં એક ફાર્મહાઉસમાં મજૂરી કરતાં પરિવારની આ ઘટના છે. મૂળ ગોધરાના આ વ્યક્તિએ એક લઘુમતી સમાજની વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. આ વિધવાની અગાઉનાં પતિથી 3 પુત્રીઓ હતી જેમાંની એકનાં અમદાવાદ ખાતે લગ્ન કરી દેવાયા હતાં. બાકીની 2 દીકરીઓ પોતાની માતા અને સાવકા પિતા સાથે અમદાવાદમાં કામ કરી રહ્યાં હતા. આ શ્રમિક પરિવારને મહેલજ સીમ પર આવેલા એક ફાર્મહાઉસ પર દેખરેખ કરવાનું કામ મળતાં તેઓ ત્યાં શિફ્ટ થયાં હતાં. જ્યાં હવસખોર પિતાએ દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું.
ધમકી આપી આચરતો દુષ્કર્મ
જ્યારે ફાર્મહાઉસ પર કોઈ ન હોય ત્યારે આ સાવકો પિતા 11 વર્ષની બાળકીને ધમકાવતો અને દુષ્કર્મ આચરતો. સળંગ પાંચ મહિના સુધી તે દુષ્કર્મ આચરતો હતો અને છોકરી મૌન રહે તે માટે તેને અને તેની માતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
3 માસનો ગર્ભ ધરાવતી હતી 11 વર્ષની બાળકી
જ્યારે આ બાળકીએ પોતાને થતાં દુ:ખાવા અંગે પોતાની માતાને જણાવ્યું ત્યારે તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તેમને ખબર પડી કે તે ગર્ભવતી છે અને તેને 3 મહિનાનો ગર્ભ છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સાવકા પિતાની જ આ કરતૂત છે. વર્ષ 2021માં માતાએ માતર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી જેના એક્શનરૂપે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
આજે આવ્યો ફાંસીનો ચૂકાદો
નડિયાદનાં મહે.સ્પે.જજ પી.પી. પુરોહિતની કોર્ટમાં વકીલ દલીલો અને રજૂ થયેલા 12 સાહેદો પુરાવાઓ અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વગેરેને ધ્યાનમાં લઈને સમાજમાં આવા કેસો ઓછા બને અને સગીરાઓ પર થતાં રેપ કેસ બંધ થાય તે માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પિતાને ફાંસીની સજા ફટકારી હતી. એટલું જ નહીં કોર્ટે આરોપીને 1 લાખ 5 હજાર રૂપિયાનો દંડ અને 2 લાખ ભોગ બનનારન વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે.
કોર્ટની મંજૂરી બાદ કરવામાં આવ્યો ગર્ભપાત
સરકારી વકીલ ગોપાલભાઈએ જણાવ્યા અનુસાર પીડિતા ગર્ભવતી બની હતી અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટની મંજૂરી લીધા બાદ સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો.