બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નડિયાદની હાથજ શાળાની આ શિક્ષિકા, જે છેલ્લા 1 વર્ષથી છે વિદેશમાં, છતાંય માત્ર નોટિસ ફટકારી શિક્ષણ વિભાગે સંતોષ માની લીધો
Last Updated: 02:32 PM, 10 August 2024
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશમાં વસી રહ્યા હોવા છતા શિક્ષણ વિભાગ દ્વારા કોઇ પ્રકારન પગલાં ભરવામાં આવ્યા નથી. જેને લઇ વિદ્યાર્થીઓને પરેશાન થવાની વારી આવી છે.
ADVERTISEMENT
ફક્ત નોટિસ આપીને સંતોષ
ADVERTISEMENT
હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકો સોનલબેન પરમાર 1 સપ્ટેમ્બર 2023થી વિદેશ ગયા હતા. જેને લઇ તેઓએ NOC પણ લીધુ ન હતુ. ત્યારે આટલા મહિના સુધી શિક્ષિકા હાજર ન થતા ખેડા શિક્ષણ વિભાગ દ્વારા કોઇ પ્રકારના પગલાં ભરી ફક્ત નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો.
તંત્રની બેદરકારી
જોકે શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગની નોટિસનો પણ કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. જે બાદ પણ તંત્ર દ્વારા વધુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે આ ઘટનાને લઇ તંત્રની બેદરકારી સામે આવી હતી. જેમાં 10 મહિના સુધી શિક્ષિકા બાબતે કોઇ પ્રકારના પગલા ન લેવામાં આવતા લોકોમાં વિવિધ વાતો ચર્ચાઇ છે.
આ પણ વાંચો: શું વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? અપીલ પર 3 કલાક ચાલેલી સુનાવણી પૂર્ણ, આજે ફેંસલો
ત્રણ શિક્ષકોે ટર્મીનેટ
આ બાબતે ખેડા DPEO પરેશ વાધેલાએ જણાવ્યુ હતુ કે વિદેશ રહેલ તમામ શિક્ષકોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જો ટૂંક સમયમાં તેઓ નોટિસનો જવાબ નહીં આપે તો જાહેરખબર દ્વારા તેમને ટર્મીનેટ કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં અમે ત્રણ શિક્ષકોને ટર્મીનેટ કરી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.