આશ્કા ઘણી વખત પોતાના પતિ Brent Goble સાથે અલગ-અલગ પ્રકારના યોગાસન કરતી જોવા મળે છે અને આ વખતે તેણે ન્યૂડ યોગાને પ્રમોટ કરતા ટોપલેસ યોગા કર્યા છે. આ ફોટો શૅર કરીને આશ્કાએ કેપ્શન લખ્યુ છે કે, ''Love this: On the highest throne in the world, we still sit only our own Bottom'
આ પહેલી વખત નથી કે આશ્કાએ ટોપલેસ ફોટો શૅર કર્યા હોય. આ પહેલા પણ આશ્કા પોતાના પતિની સાથે યોગા કરતા કેટલાક ફોટોઝ શૅર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આશ્કાને પતિ Brent Goble એ યોગાસનનું મહત્વ સમજાવ્યુ ત્યારથી એક્ટ્રેસ યોગા કરવાની શરૂઆત કરી.
ઉલ્લેખનીય છે કે, આશ્કા પહેલીવાર ટીવી સીરિયલ કુસુમમાં જોવા મળી હતી. સીરિયલમાં તેણે કુમુદનું પાત્ર ભજવ્યું હતું. આશ્કાએ 2017માં વિદેશી બોયફ્રેન્ડ Brent Goble સાથે લગ્ન કર્યા હતા. આશ્કા 'બિગ બૉસ સિઝન 6' નો ભાગ રહી ચૂકી છે.