બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mythology Story Of Brahma Ji Know why the creator of the universe is not worshipped

ધર્મ / આ કારણે કાપવામાં આવ્યુ હતુ બ્રહ્માજીનું પાચમું મસ્તિષ્ક, જાણો કેમ નથી થતી બ્રહ્માંડના રચયિતાની પૂજા

Arohi

Last Updated: 07:46 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મ અને સમગ્ર વિશ્વના સર્જક બ્રહ્માજીને મંદિર કે ઘરમાં કોઈ ખાસ સ્થાન પ્રાપ્ત નથી અને કેમ બ્રહ્માજીનું પાંચમું માથું કપાયું? આવો જાણીએ શું છે તેની પાછળની પૌરાણિક કથા.

  • સૃષ્ટિના સર્જક છે બ્રહ્માજી 
  • પરંતુ નથી કરવામાં આવતી તેમની પૂજા 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ સમગ્ર સૃષ્ટિના સર્જક બ્રહ્માજીની પૂજા કરવામાં આવતી નથી. સાથે જ તેમને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમજ ઘરમાં તેમની કોઈ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવતી નથી. પુષ્કરમાં એક પ્રખ્યાત મંદિર છે જ્યાં ભગવાન બ્રહ્માની પૂજા કરવામાં આવે છે.

કેમ કાપવામાં આવ્યુ હતું બ્રહ્માજીનું પાંચમું મસ્તિષ્ક 
શું તમે જાણો છો કે ભગવાન બ્રહ્માના ચાર નહિ પરંતુ પાંચ મસ્તિષ્ક  હતા. જેને ભગવાન શિવે કાપી નાખ્યું હતું. શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન બ્રહ્મા વિશ્વની રચના કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ખૂબ જ સુંદર સ્ત્રીની રચના કરી હતી. જે સતરૂપા હતી. તે એટલી સુંદર હતી કે ભગવાન બ્રહ્મા પોતે તેના પર મુગ્ધ થઈ ગયા અને તેને નિહારવા લાગ્યા. 

સતરુપાએ તેનાથી બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યા. જ્યારે સતરૂપાએ પોતાને બચાવવા માટે ઉપર તરફ જોવાનું શરૂ કર્યું, ત્યારે બ્રહ્માજીએ તેમનું એક માથું ઉપરની તરફ વિકસાવ્યું. શિવજી બ્રહ્માજીની આ બધી ક્રિયાઓ જોઈ રહ્યા હતા. ભગવાન શિવની દ્રષ્ટિએ, સતરૂપા બ્રહ્માની પુત્રી સમાન હતી, તેથી તેમને આ ગંભીર પાપ લાગ્યુ અને બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું.

પુષ્કરની પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન બ્રહ્માએ પૃથ્વી પર યજ્ઞ કરવાનું વિચાર્યું. આ માટે તેણે પૃથ્વી પર કમળનું ફૂલ મોકલ્યું. કમળનું ફૂલ જ્યાં પડ્યું તે સ્થાન રાજસ્થાનનું પુષ્કર હતું. જ્યારે કમળના ફૂલનો એક ભાગ પડી ગયો ત્યારે તે જગ્યાએ એક તળાવ બન્યું હતું. 

એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માજી યજ્ઞ કરવા પૃથ્વી પર આવ્યા ત્યારે તેમની પત્ની સાવિત્રી તે સ્થાન પર આવી શકી ન હતી કારણ કે તેમને તેના વિશે ખબર ન હતી. યજ્ઞનો શુભ સમય પસાર થઈ રહ્યો હતો અને બધા દેવતાઓ પણ યજ્ઞસ્થળે પહોંચી ગયા હતા.

શુભ મુહૂર્ત પસાર ન થઈ જાય તેના માટે બ્રહ્માજીએ નંદિની ગાયના મુખથી માતા ગાયત્રીને પ્રકટ કર્યા અને તેમની સાથે વિવાહ કરી તેમની સાથે શુભ મુહૂર્તમાં યજ્ઞ કર્યું હતું. 

બ્રહ્માની બાજુમાં ગાયત્રી માતાને જોઈ ગુસ્સે થયા સાવિત્રી માતા 
થોડા સમય પછી જ્યારે તેમની પત્ની સાવિત્રીને ખબર પડી તો તે પણ પૃથ્વી લોક પાસે પહોંચી ગયા. જ્યાં ગાયત્રી માતાને બ્રહ્માની બાજુમાં જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે પૃથ્વીલોકમાં તમારી પૂજા નહીં થાય. 

આ શ્રાપ જોઈને તમામ દેવી-દેવતાઓએ તેને પોતાનું વચન પાછું લેવા વિનંતી કરી, ત્યારબાદ તેમણે પોતાનો શ્રાપ પાછો લઈ લીધો અને કહ્યું કે પુષ્કરમાં જ બ્રહ્માજીની પૂજા થશે. ત્યારથી સમગ્ર દેશ અને દુનિયામાં બ્રહ્માજીની પૂજા ફક્ત પુષ્કરમાં જ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Brahma Ji Universe worshipped આસ્થા ધર્મ બ્રહ્માજી Brahma Ji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ