બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:28 AM, 5 October 2024
કોડીનારના દુદાણા ગામે શીંગવડા નદીના કિનારે શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં બિરાજમાન શીતળા માતા સ્વયંભૂ છે. માતાજીની બાજૂમાં બળિયાદેવ પણ બિરાજમાન છે જેમને અહીંના લોકો ધાહિયાબાપા તરીકે ઓળખે છે. જેના અનેક ઐતિહાસિક પુરાવા જોવા મળે છે. શીતળા માતા દુદાણા ગામમાં વર્ષો પૂર્વેથી માઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે. ગીરના લોકોને શીતળા માતામાં અતૂટ ભરોસો છે.
ADVERTISEMENT
શીતળા માતાજી બાળકોની સાથે સમગ્ર પરિવારનું રક્ષણ કરે તે માટે ભાવિકો પ્રાર્થના કરીને શીતળા સાતમની ઉજવણી કરે છે. બાળકોને થતી મોટી ઉધરસ સહિતના અનેક રોગોમાં અહીંથી બળીયાદેવ એટલે કે ધાહિયાબાપાનું પાણી પીવડાવવાથી બાળકોની તબિયત સારી થવાની માન્યતા છે. કોરોના કાળમાં મનુષ્યોની અને લમ્પી વાયરસમાં પશુઓની માતાજીએ રક્ષા કરી હોવાની સ્થાનિક લોકોની માન્યતા છે.
ADVERTISEMENT
શીતળા માતાજીના મંદિરે શ્રાવણ માસની વદ સાતમ અને ચૈત્રી માસની સુદ સાતમ તેમજ જેઠ માસ ની સાતમે ભાવિકો ઉમટી પડે છે. અહીં જિલ્લાભરમાંથી તેમજ દૂરદૂરથી ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરી માતાજીને જુદા-જુદા નૈવેદ ધરાવે છે. શીતળા સાતમની દિવસે માતાજીને ખાસ બાજરાના લોટની કુલેર ધરાવવામાં આવે છે.
ADVERTISEMENT
મંદિર નજીકનાં નદીના ભાગને માતરડીનો આરો કહેવામાં આવે છે. વર્ષો પહેલા ચોમાસા દરમિયાન શીંગવડા નદીમાં ભારે પુર આવતા મંદિરની જગ્યાએથી દુદાણા ગામમાં પુરનાં પાણી ઘુસવા લાગ્યા હતા. આ સમયે ગામની રક્ષા શીતળા માતાજીએ કરી તેવી માન્યતા ગામલોકોની છે અને ત્યારથી તેમની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને પૌરાણિક મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શીતળા માતાજીના મંદિરે ભાવિકો સંતાન પ્રાપ્તિની મનોકામના સાથે પણ આવે છે અને બાળકોની રક્ષા કરતી મા શીતળાના આશીર્વાદથી નિસંતાન દંપતિના ઘરે પારણા પણ બંધાય છે.
ADVERTISEMENT
શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમનું ખુબજ મહત્વ હોય છે તે દિવસે વહેલી સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેમના સંતાનો સાથે શીતળા માતાના દર્શન કરીને સમગ્ર પરિવારની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરે છે અને ગામની મહિલાઓ સાંજે માતાજીના ગરબા કરે છે. મંદિર શિંગવડા નદીના કાંઠે આવેલું હોવાથી અહીં પ્રકૃતિની ઠંડક સાથે શીતળા માતાજીનાં દર્શનથી લોકોને પણ શીતળતા પ્રાપ્ત થાય છે મંદિરે આવતી મહિલાઓ અને ભાવિકો શીતળા માતાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું
ADVERTISEMENT
હિન્દૂ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવાકે, ઓરી, અછબડા, શીળસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા. દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડનાં મિશ્રણનાં લાડવારૂપી પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં લોકો અનેક માનતાઓ લઈને દુર દુરથી આવે છે અને માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મંદિરે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાના જીવનમાં શીતળતા અને શાંતિનો અનુભવ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.