બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / KKRને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યર સાથે જોવા મળતી આ મિસ્ટ્રી ગર્લ છે કોણ? જાણો વિગત
Last Updated: 08:41 AM, 29 May 2024
છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐય્યરની ચારે બાજુથી ટીકા થઈ રહી હતી. પરંતુ તેમના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ આઈપીએલ 2024નું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી એ બાદ હાલ એમની દરેક જગ્યા પર પ્રસંશા થઈ રહી છે. આવી સ્થિતિમાં કેપ્ટન શ્રેયસ અય્યર પણ ચર્ચામાં આવી ગયો છે.
ADVERTISEMENT
એવામાં સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની બ્યુટી ક્વીન કહેવાતી વાઝમા અયુબીએ પણ આવું જ કંઈક કર્યું. વાઝમા ક્રિકેટની મોટી ફેન છે અને વાઝમાએ તેના સોશિયલ મીડિયા પર શ્રેયસ અય્યર સાથેની તસવીર શેર કરી છે. વાઝમાએ ઐય્યર સાથેની પોતાની તસવીર શેર કરતાની સાથે જ દરેક લોકો એ જાણવા માંગે છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?
ADVERTISEMENT
One with the winning captain @ShreyasIyer15 🧑✈️ pic.twitter.com/EvxTOqjYjB
— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) May 28, 2024
વાઝમા ક્રિકેટની ઘણી મોટી ફેન છે અને અફઘાનિસ્તાનની સાથે તે ટીમ ઈન્ડિયાને પણ ખૂબ સપોર્ટ કરે છે. તે ઘણી વખત સ્ટેડિયમમાં ભારતીય ટીમને ચીયર કરતો જોવા મળી છે. આ ઉપરાંત વાઝમા ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા પણ આવી હતી. જણાવી દઈએ કે વાઝમા હાલમાં દુબઈમાં રહે છે, પરંતુ તે તેના મોડેલિંગના કામ માટે અવારનવાર ભારતની મુલાકાત લે છે.
આ સાથે જ જો અય્યરની વાત કરીએ તો ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં KKR ચેમ્પિયન બનવાની સાથે શ્રેયસ ઐયરે પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ઐયર IPLમાં બે ટીમો માટે ફાઈનલ રમનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. KKR પહેલા, અય્યર પણ કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સ માટે ફાઈનલ રમ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT