સલમાન ખાન પોતાનો બર્થ ડે ધૂમ ધામથી સેલિબ્રેટ કર્યો. મોડી રાત્રે એક વિદેશી હસીનાએ પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.
આજે છે ભાઈજાનનો બર્થ ડે
પાર્ટીમાં જોવા મળી 'મિસ્ટ્રી ગર્લ'
કેટરીના બાદ આ વિદેશી હસીના પર આવ્યું ભાઈજાનનું દિલ?
સલમાન ખાન આજે પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તેના બર્થ ડે પર ઘણા સ્ટાર્સ તેના પનવેલ વાળા ફાર્મ હાઉસમાં પહોંચ્યા પરંતુ બધાની નજર એક વિદેશી હસીના પર હતી. તેની એન્ટ્રીથી લાગ્યું કે જાણી કેટરીનાના લગ્ન બાદ ભાઈજાનનું દીલ હવે વધુ એક વિદેશી હસીના પર આવ્યું છે. પરંતુ કોણ છે આ મિસ્ટ્રી ગર્લ જે સલમાન ખાનના બર્થ ડે પર પહોંચી હતી.
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કેટરીના કૈફે થોડા દિવસો પહેલા જ બોયફ્રેન્ડ વિક્કી કૌશલ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા. કેટરીના કૈફ એક જમાનામાં સલમાન ખાનના ખૂબ નજીક હતી. તે દિવસો એવી ખબર ઉડી હતી કે સલમાન ખાન અને કેટરીના કૈફ એક બીજાને પ્રેમ કરે છે અને જલ્દી જ લગ્ન કરી શકે છે. આ ખબર ખોટી નિકળી અને હવે કેટરીના કૈફ વિક્કી કૌશલની દુલ્હનિયા બની ચુકી છે.
સલમાનની પાર્ટીમાં વિદેશી હસીના
ગઈ કાલે રાત્રે સલમાન ખાનની પાર્ટીમાં એક વિદેશી હસીનાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. જેને પહેલા ક્યારેય ભાઈજાનની પાર્ટીમાં નથી જોવામાં આવી.
સલમાનના જીવનમાં થઈ હસીનાની એન્ટ્રી?
ગઈ કાલે રાત્રે સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સમાંથા લોકવુડ (Samantha Lockwood) પહોંચી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. અમુક સમય પહેલા જ હસીના ભારત આવી છે અને તેને સીધી સલમાનની પાર્ટીમાં એન્ટ્રી મળી ગઈ છે. ઘણા લોકો આ મિત્રને અલગ રીતે જોઈ રહ્યા છે અને જણાવી રહ્યા છે કે કેટરીના કૈફ બાદ ભાઈજાનના જીવનમાં સમાંથા લોકવુડની એન્ટ્રી થઈ ગઈ છે.