બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / mysterious temple of uttarakhand where priests worship blindfolded

રહસ્યમય / ઉત્તરાખંડનું રહસ્યમયી મંદિર, જ્યાં પૂજારી પણ આંખો પર પટ્ટી બાંધીને કરે છે ભગવાનની પૂજા, જાણો શું છે કારણ

Premal

Last Updated: 06:59 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ ઉત્તરાખંડમાં ઘણા રહસ્યમયી મંદિર છે, જેમાંથી એક છે ચમોલીમાં સ્થિત લાટૂ દેવતાનુ મંદિર. આ મંદિરમાં પૂજારી મોં અને નાકમાં પટ્ટી બાંધીને પૂજા કરે છે.

  • ઉત્તરાખંડના ચમોલીમાં સ્થિત લાટૂ દેવતાનુ મંદિર
  • મંદિરમાં પૂજારી મોં અને નાકમાં પટ્ટી બાંધીને પૂજા કરે છે
  • સ્થાનિકોની માન્યતા, મણિની તેજ રોશનીથી માણસ થઇ શકે અંધ

અહીં નાગરાજ અદ્ભૂત મણિની સાથે રહે છે

માન્યતાઓ મુજબ આ મંદિરમાં નાગરાજ અદ્ભૂત મણિની સાથે રહે છે. જેને સામાન્ય લોકો જોઈ શકતા નથી. એટલું જ નહીં, પૂજારી પણ તેની આંખો પર પટ્ટી બાંધીને પૂજા કરે છે. કારણકે તેઓ મહાન રૂપ જોઈને ના ડરે. સ્થાનિકોનુ માનવુ છે કે મણિની તેજ રોશનીથી માણસ અડધો અંધ પણ હોઇ શકે છે. એટલું જ નહીં, પૂજારીના મોંઢાની ગંધ પણ દેવતા સુધી પહોંચવી ના જોઈએ અને નાગરાજની ઝેરી ગંધ પૂજારીના નાક સુધી ના પહોંચવી જોઈએ.

આ દિવસે ખુલે છે કપાટ 

મંદિરના દરવાજા વર્ષમાં એક વખત વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ખુલે છે. કપાટ ખુલતા સમયે પણ મંદિરના પૂજારી તેની આંખ અને મોંઢા પર પટ્ટી બાંધે છે. કપાટ ખુલ્યા બાદ શ્રદ્ધાળુ દેવતાના દર્શન દૂરથી જ કરે છે. આ મંદિરમાં વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચંડિકા પાઠનુ આયોજન થાય છે. તો માર્ગશીર્ષ અમાસના રોજ કપાટ બંધ હોય છે. 

નંદા દેવીના ભાઈ છે લાટૂ દેવતા

પૌરાણિક કથાઓ મુજબ લાટૂ દેવતા ઉત્તરાખંડની આરાધ્યા દેવી નંદા દેવીના ધર્મ ભાઈ છે. આ મંદિર દર 12 વર્ષમાં થતી શ્રી નંદા દેવી રાજ જાતની યાત્રાનો 12મો તબક્કો પણ છે. લાટૂ દેવતા વાંણથી લઇને હેમકુંડ સુધી તેની બહેન નંદા દેવીની આગેવાની કરે છે. વૈશાખ પૂર્ણિમાના રોજ દર વર્ષે અહીં સ્થાનિક મેળો થાય છે. જેમાં દૂર-દૂરથી લોકો આવીને સામેલ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ