PM મોદીનાં શાસનમાં EVM પાસે આવી ગઇ 'રહસ્યમયી શક્તિઓ': રાહુલ ગાંધી

By : admin 06:09 PM, 07 December 2018 | Updated : 06:09 PM, 07 December 2018
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇવીએમને લઇને એક વાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ મધ્ય પ્રદેશમાં ઇવીએમ સાથે કથિત છેડછાડનાં પ્રયાસની ફરિયાદ સંબંધી ખબરોની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, આ સરકારમાં વોટિંગ મશીનોની અંદર "રહસ્યમયી શક્તિઓ" આવી ગઇ છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓનું આહ્વાન કર્યું કે, તેઓ તેલંગાના અને રાજસ્થાનમાં મતદાન બાદ સતર્ક રહે. તેઓએ શુક્રવારનાં રોજ ટ્વિટ કર્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકર્તાઓ, આજનાં મતદાન બાદ આપ સતર્ક રહો. તેઓએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં મતદાન બાદ ઇવીએમએ અજીબો-ગરીબ ઢંગથી વ્યવહાર કર્યો. કેટલાંકે બસ ચોરી લીધી અને બે દિવસ માટે તે ગાયબ થઇ ગઇ. કેટલાંક મશીનો હોટલમાં ડ્રિંક કરતા જોવામાં આવી.

કોંગ્રેસ અધ્યક્ષે તંજ કસતા કહ્યું કે, મોદીનાં ભારતમાં ઇવીએમમાં રહસ્યમયી શક્તિઓ આવી ગઇ છે. સતર્ક રહો. હકીકતમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનાં નેતાઓનો એવો આરોપ છે કે ખુરઇ તથા કેટલાંક અન્ય સ્થાનો પર મતદાનનાં બે દિવસ બાદ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવી તથા એક જગ્યાએ હોટલનાં રૂમમાં ઇવીએમ રાખવામાં આવ્યું હતું. ગાંધીએ આ ખબરોનો ઉલ્લેખ કરતા ટ્વિટ કર્યું.
 Recent Story

Popular Story