બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mysterious man found near US texas zoo at midnight

OMG / અડધી રાતે USના ઝૂ બહાર દેખાયું એવું પ્રાણી, PHOTO જોઈ લોકો બોલ્યા યાર, આ એલિયન ન હોય તો સારું

MayurN

Last Updated: 06:19 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીસીટીવી ફૂટેજમાં એક જીવ બે પગ પર ઉભું જોવા મળે છે, પરંતુ તેના કાન થોડા મોટા અને નમેલા દેખાય છે. તસવીરમાં તે પ્રાણી સંગ્રહાલયના વાળાની બહાર જોવા મળે છે.

  • પ્રાણી સંગ્રહાલયમાં એક અજાણ્યું પ્રાણી
  • સિક્યોરિટી કેમેરામાં થઈ તસવીર કેદ 
  • રાત્રે અંદાજીત 1:30 એ જોવા મળ્યું 

લોકોમાં કુતૂહલ 
ટેક્સાસના એક પ્રાણી સંગ્રહાલયે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેને જોઈને મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સ સ્તબ્ધ રહી ગયા હતા. સિક્યોરિટી કેમેરા દ્વારા પડેલ ફોટામાં જોઈ શકાય છે કે, પ્રાણી સંગ્રહાલયમાં એક અજાણ્યું પ્રાણી ફરી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ જીવ બે પગ પર ઊભેલો દેખાય છે, પરંતુ તેના કાન થોડા મોટા દેખાય છે. તસવીરમાં તે પ્રાણી સંગ્રહાલયના વાળા બહાર દેખાય છે. હજુ કોઈને ખબર નથી પડી કે પ્રાણી સંગ્રહાલયની બહાર કયું પ્રાણી છે.

મધરાતે વિચિત્ર જીવ દેખાયુ 
ટેક્સાસના અમરિલો સિટીએ ફેસબુક પર લખ્યું છે: "અમરિલો ઝૂના પક્ષીઘર બહાર એક વિચિત્ર પ્રાણી ની અજીબ તસવીરને 21 મેના (લગભગ 1:25 વાગ્યે) અંધારામાં લીધી હતી . શું તે કોઈ વિચિત્ર ટોપીવાળો માણસ છે જે રાત્રે ચાલવાનું પસંદ કરે છે? એક ચુપાકાબરા? શું કોઈ યુએફઓ હોય શકે ?' પાર્કના ડિરેક્ટરે કહ્યું કે કોઈ પણ પ્રાણીઓ અથવા વ્યક્તિઓને નુકસાન થયું નથી, અને ગુનાહિત પ્રવૃત્તિ અથવા બળજબરીથી પ્રવેશના કોઈ ચિહ્નો નથી. સિક્યોરિટી કેમેરાના ફૂટેજ મુજબ આ ફોટો 21 મેના રોજ રાતે લગભગ 1:30 વાગ્યાનો છે. 
 


ફૂટેજ પ્રાણી સંગ્રહાલયના કેમેરામાં કેદ 
પ્રાણી સંગ્રહાલયે સ્થાનિક રહેવાસીઓને તેમની માહિતી ઇમેઇલ કરવા જણાવ્યું છે કે શું તેઓએ આવા સજીવને ક્યારેય જોયું છે કે કેમ. આ સપ્તાહની શરૃઆતમાં ઇન્ડોનેશિયાના એક પ્રાણી સંગ્રહાલયની વધુ એક ક્લીપ વાઇરલ થઇ હતી જેમાં એક વ્યક્તિ એક વનમાનવ(ઓરંગુટાન)ની પિંજરા નજીક આવી જાય છે. વાંદરો પોતાનો હાથ બહાર કાઢે છે અને તે માણસનું ટી-શર્ટ એકદમ જોરથી પકડી લે છે. જો કે, તેને મુલાકાતીની હાજરી પસંદ નથી. ત્યારબાદ ઓરંગુટાન પણ મુલાકાતીનો પગ પકડી લે છે અને જવા દેતો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Stranger Texas US alians mysterious zoo ajab gajab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ