બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડી, લોકોમાં કુતૂહલ
Last Updated: 05:11 PM, 1 August 2024
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘણીવાર આકાશમાંથી અવનવા પદાર્થો પડવાની ઘટનાઓ સર્જાઇ છે. ત્યારે તાજેતરમાં જ આણંદના કુંજરાવ ગામે આવી જ ઘટન ઘટી હતી. જેમાં ગોળા જેવી શંકાસ્પદ વસ્તુ પડતા તે જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા.
ADVERTISEMENT
ગામના ખેતરમાં અવકાશમાંથી નાનો ગોળો પડ્યો હોવાની ચર્ચા ગ્રામજનોમાં જોવા મળી છે. જોકે આ ગોળાના પડવાથી કોઇને નુકસાન પહોંચ્યુ ન હતુ. પરંતુ ગોળો પડવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
વીડિયો વાયરલ
ખેતરમાં ગોળા પડવાની ખબર લોકોને થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. ઉપરાંત ગોળાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોળો ચર્ચાનો વિષય બન્યો છે.
વધુ વાંચો : VIDEO : ઈઝરાયલે વોટ્સએપની મદદથી હમાસ ચીફને ઠાર માર્યો, જાણો કેવી રીતે
કરાશે તપાસ
આણંદના કુંજરાવ ગામે પડેલ આ ગોળાની તપાસ કરવામાં આવશે. જે બાદ અવકાશમાંથી પડ્યો છે કે નહી તે જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.