myanmar military coup state emergency aung san suu kyi detain army rule
સંકટ /
મ્યાનમારમાં સત્તાપલટ, એક વર્ષ માટે ઈમરજન્સી લાગૂ, દેશની કમાન આર્મી કમાન્ડર ઈન ચીફના હાથમાં
Team VTV09:15 AM, 01 Feb 21
| Updated: 09:16 AM, 01 Feb 21
પડોશી દેશ મ્યાનમારમાં તખ્તાપલટ થઈ ગયો છે. મ્યાનમારની સેનાને વાસ્તવિક નેતા આંગ સાન સૂકી અને રાષ્ટ્રપતિ બિન મ્યિંટની ધરપકડ કરી લીધી છે અને એક વર્ષ સુધી ઈમરજન્સીનું એલાન કર્યું છે.
સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કરી લીધું છે
સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા
નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી
મ્યાનમાર સેન્ય ટેલીવિઝિનનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કરી લીધું છે અને સેનાના કમાન્ડર ઈન ચીફ મિન આંગ હ્લાઈંગની પાસે સત્તા જાય છે.
સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા
મ્યાનમાર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં છેતરપિંડીના જવાબમાં સત્તાપલટની કાર્યવાહી કરવામાં આવી છે. મ્યાનમારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ સત્તાપલટનો વિરોધ ન કરી શકે.
Local #Myanmar#military TV Myawaddy has just announced the military has taken over control of the country. That the VP, Myint Swe, a former military general is now the temporary president & he has given authority to the military chief. This will reportedly be for a 1 year period pic.twitter.com/Y8J27WJ5xd
નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી
નોંધનીય છે કે મ્યાનમારમાં એક સમય સુધી આર્મીનું શાસન રહ્યું છે. વર્ષ 1962તી લઈને વર્ષ 2011 સુધી દેશમાં ‘મિલિટ્રી જનતા’ની તાનાહી રહી હતી. વર્ષ 2010માં મ્યાનમારમા સામાન્ય ચૂંટણી થઈ અને 2011માં મ્યાનમારમા ‘નાગરિક સરકાર’ બની. જેમાં જનતા દ્વારા ચૂંટાયલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ સત્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ સત્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાનમારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારીઓની ધરપકડ સહિત દેશ લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલા ભર્યા છે. મ્યાનમાર સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યુ કે સંયુક્ત રાજ્ય અમેરિકા હાલના ચૂંટણી પરિણામને બદલવા અથવા મ્યાનમારને લોકતાંત્રિક વ્યવસ્થામાં અવરોધ ઉભો કરવાના પ્રયાસનો વિરોધ કરે છે. જો સત્તાપલટો ખતમ ન કરવામાં આવ્યો તો જવાબદારો સામે પગલા ભરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મરિજ પાયને સૂ કી કીની મુક્તિની માંગ કરી છે.