બ્રેકિંગ ન્યુઝ
VTV / my brother sexually assaults me supreme court refused to hear the case
Hiralal
Last Updated: 04:58 PM, 30 May 2023
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં આવેલા એક ગરબડિયા કેસથી ખુદ જજ સાહેબ મૂંઝાઈ ગયા અને નક્કી નહોતા કરી શકતા કે આ કેસમાં શું ચુકાદો આપવો.
સુપ્રીમ કોર્ટે મંગળવારે 20 વર્ષીય યુવતીના કથિત અપહરણના કેસની સુનાવણી દરમિયાન એક છોકરીને ઠપકો આપતાં કહ્યું કે વગર વિચાર્યે કંઈ ન બોલ., કારણ કે છોકરીએ ખુદ સુપ્રીમમાં આવીને એવું કહ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહેતી નથી અને મારો ભાઈ મારી જાતીય સતામણી કરે છે. છોકરીના આ સવાલ પર જજ બેલા ત્રિવેદી ભડક્યા હતા અને છોકરીને ઠપકો આપ્યો હતો.
કોર્ટે પોલીસ સુરક્ષામાં યુવતીને મોકલી વારાણસી
કોર્ટે આરોપી વ્યક્તિની અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે દિલ્હી પોલીસને પણ કહ્યું છે કે જ્યાં સુધી યુવતીને વારાણસી પરત ન લઈ જવામાં આવે ત્યાં સુધી સુરક્ષા પૂરી પાડવામાં આવે. યુવતીએ એમ પણ કહ્યું, "કોર્ટની કાર્યવાહી પહેલા તેના ભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તે જોખમના ડરથી પાછી ફરી રહી નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, "તે આ કેસની સુનાવણી કરવા તૈયાર નથી. તમે કાયદો તમારા હાથમાં લઈ શકતા નથી. તેઓ જરૂર કરતાં વધુ હોંશિયાર બની રહ્યા છે. વકીલે કહ્યું, "યુવતીએ જાતે જ બહાર જવાનું નક્કી કર્યું છે. તેને આ કેસ વિશે કેવી રીતે ખબર પડી? આ કોઈ પાર્ટી પણ નથી.
ADVERTISEMENT
શું છે આખો કેસ
સુપ્રીમ કોર્ટે એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેના પર બે છોકરીઓના અપહરણનો આરોપ હતો. એક છોકરી સુપ્રીમ કોર્ટની કેન્ટીન પાસે ઉભી રહી અને વીડિયો કોલ દ્વારા હાજર થઈ અને બોલી, મારા જીવને ખતરો છે, મારે કોર્ટમાં આવવું છે. ત્યાર જજ બેલા ત્રિવેદીએ કોઈને મોકલીને છોકરીને કોર્ટમાં લઈ આવવાનો ઓર્ડર કરતાં તેને લાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.