બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'My Boy..' Rohit Sharma came forward for the first time after the defeat in the World Cup, his wife shared the post
Megha
Last Updated: 01:22 PM, 30 November 2023
ADVERTISEMENT
19 નવેમ્બર રવિવારના રોજ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ઘણા ખેલાડીઓએ મીડિયા સાથે વાત કરતા ઘણું લખ્યું અને ઘણું કહ્યું, પરંતુ ટીમના કેપ્ટને કોઈ સાથે વાતચીત કરી નહતી. લગભગ એક અઠવાડિયા પછી હિટમેન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે.
Ritika Sajdeh uploads a cute selfie with Rohit Sharma 😍❤️
— Sportskeeda (@Sportskeeda) November 29, 2023
📷: Ritika Sajdeh #CricketTwitter pic.twitter.com/lEtN1l4ADb
ADVERTISEMENT
ફાઈનલમાં હાર બાદ રોહિતને ઊંડો આઘાત લાગ્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર ફરી સ્મિત આવ્યું છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કર્યા બાદ રોહિત ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. વર્લ્ડ કપ ફાઈનલ બાદ તેણે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. તે ન તો કંઈ ટ્વિટ કરી રહ્યો હતો અને ન તો તેના ફોટા કે વીડિયો શેર કરી રહ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે ફાઈનલમાં હાર બાદ રોહિતને ઊંડો આઘાત લાગ્યો હતો, જેમાંથી બહાર આવતા તેને થોડોળ સમય લાગી શકે છે, પરંતુ 'હિટમેન'ના ચાહકોને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે એક સેલ્ફી અપલોડ કરી
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે સોશિયલ મીડિયા પર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ રોહિત શર્મા સાથે પોતાની એક સેલ્ફી અપલોડ કરી છે, જેમાં કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. રોહિતના ચહેરા પર પણ સ્મિત છે. આ ફોટો ફ્લાઇટની અંદરનો હોવાનું જણાય છે. રિતિકાએ ફોટો પર લાલ રંગનું હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું, 'માય બોય.'
થોડા દિવસો પહેલા રોહિતે એક ફોટો શેર કર્યો હતો
અગાઉ, થોડા દિવસો પહેલા રોહિતે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે તેની પત્ની રિતિકા સાથે ખાલી રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો. જો કે તે ફોટામાં બંનેના ચહેરા દેખાતા ન હતા. આ તસવીરમાં તેણે તેની પત્નીના ખભા પર હાથ મૂક્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યુરોપની તસવીર છે.
ચાહકો ટીમ ઇન્ડિયાના કેપ્ટનની એક ઝલક જોવા માટે ઉત્સુક
આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેમના કેપ્ટનની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. એ પણ નિશ્ચિત નથી કે રોહિત સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં રીમનો ભાગ હશે કે નહીં. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ગુરુવારે ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરતા પહેલા બોર્ડ (BCCI)ના ટોચના અધિકારીઓ રોહિત શર્માને. તેને ટીમની કમાન સંભાળવા માટે પણ સમજાવવાનો પ્રયાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.