બિહારના મુઝફ્ફરનગરમાં એક્યૂટ ઇન્શેફેલાઇટિસ સિન્ડ્રોમના કારણે મૃતક બાળકોના આંકડા વધતા જઇ રહ્યા છે. અહીંયા ત્યાર સુધી 90 લોકોના મૃત્યુ થયા છે. શ્રીકૃષ્ણા મેડિકલ કૉલેજ એન્ડ સપરિટેન્ડેન્ટ સુનીલ કુમાલ શાહીએ એની જાણકારી આપી.
બિહારના મુઝફ્ફરપુરમા ચમકી તાવના કારણે મૃત્યુઆંક 83 એ પહોંચ્યો છે. ચમકી તાવના કારણે 90 બાળકોનાં મોત થયા છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ મુઝફ્ફર પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો સ્થાનિકોએ પણ હર્ષવર્ધનનો વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
Bihar CM Nitish Kumar announces an ex-gratia of Rs 4 Lakh each to families of the children who died due to Acute Encephalitis Syndrome (AES) in Muzaffarpur. He has also given directions to health dept, dist admn & doctors to take necessary measures to fight the disease.(file pic) pic.twitter.com/u3k6HyjNBK
ચમકી તાવના કારણે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. જે બાદ સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યપી છે. તો સીએમ નીતીશકુમારે પણ મૃતક બાળકોના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનું એલાન કર્યું છે. આ સિવાય નીતીશકુમારે સ્વાસ્થ્ય વિભાગ, જિલ્લા તંત્ર અને ડોક્ટરોને આ બીમારી સામે નિપટવા માટે જરૂરી જણાય તે તમામ પગલા લેવા માટે આદેશ આપ્યો છે.
Gaya DM Abhishek Singh: Adequate arrangements have been made at the hospital, 6 senior doctors and 10 interns are there. Families of the deceased will be given an ex-gratia of Rs 4 Lakh each. Those belonging to BPL categories are being given Rs 20,000 each for the last rites. pic.twitter.com/NYeWzodV51
ખાસ કરીને ગરમીના કારણે ચમકી તાવે લોકોને ભરડામાં લીધા છે. તો હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હોસ્પિટલના તબીબોને પણ રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી સોંપવામાં આવી છે. તો જે બાળકો હાલ સારવાર હેઠળ છે તેમના વાલીઓનો આરોપ છે કે ICUમાં ડોક્ટરો પણ હાજર નથી. હોસ્પિટલના એક જ બેડ પર 2થી 3 બાળકોને સારવાર અપાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં પણ મુઝફ્ફરપુરમાં 120 જેટલા બાળકોનાં બીમારીથી મોત થયા હતા.