બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:07 PM, 7 October 2024
આજની યુવા પેઢીને શરમ નેવીને મૂકીને પણ મજા કરી લેવી છે. અમુક ઉંમર પહોંચ્યાં બાદ તો સમજી શકાય પરંતુ નાની ઉંમરમાં પણ છોકરા-છોકરીઓમાં શારીરિક ભૂખ ઉપડતી હોય છે અને વખત આવ્યે સંતોષી પણ લેતાં હોય છે. યુપીના મુઝફફરનગરના એક કાફેમાં વાંધાજનક હાલતમાં 40થી વધુ છોકરા-છોકરીઓ ઝડપાયાં છે. છેલ્લા ઘણા સમયથી કાફેમાં કંઈક ખોટું ચાલી રહ્યું હોવાની ફરિયાદો મળતાં પોલીસે દરોડા પાડ્યાં જેમાં ઘણી ડ્રેસમાં સ્કૂલની છોકરીઓ પણ મળી આવી હતી.
ADVERTISEMENT
કાફેમાંથી ઝડપાયાં 40થી વધુ છોકરા-છોકરીઓ
પોલીસે યુપીના મુઝફ્ફરનગરના મહાવીર ચોક સ્થિત સ્વરૂપ પ્લાઝા માર્કેટમાં આવેલા બે કાફેમાં દરોડા પાડીને 40થી વધુ છોકરા-છોકરીઓની ધરપકડ કરી છે. મોટાભાગની છોકરીઓ વિદ્યાર્થીઓ છે. બધાએ સ્કૂલ ડ્રેસ પણ પહેર્યો છે. પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ આવી છે. પરિવારજનોને જાણ કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. પોલીસને કેટલાય દિવસોથી આ કાફેમાં આવી ગતિવિધિઓ ચાલતી હોવાની માહિતી મળી રહી હતી. આસપાસના લોકોએ અનેક વખત પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ સોમવારે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બિયરની બોટલો-વાંધાજનક વસ્તુઓ મળી
સર્ચ દરમિયાન કાફેમાંથી બિયરની બોટલો અને અન્ય વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. આ વસ્તુઓ જોતા લાગી રહ્યું હતું કે અહીં અય્યાશી થઈ રહી હતી. પોલીસે તમામને કસ્ટડીમાં લીધા છે. સ્કૂલ ડ્રેસમાં પકડાયેલી યુવતીઓ શહેરની જાણીતી સ્કૂલની છે.
વધુ વાંચો : VIDEO : અડધી રાતે કર્યાં અશ્લિલ વીડિયો કોલ, દુકાનમાં ઘુસીને મહિલાઓએ પાડી દીધો 'વારો'
સ્કૂલમાંથી ગાપચી મારીને પહોંચી હતી કાફેમાં
પોલીસની જાણમાં એવું પણ આવ્યું છે કે છોકરીઓ સ્કૂલમાંથી ગાપચી મારીને કાફેમાં યુવાનો સાથે મજા કરવા પહોંચી હતી. પોલીસે તેમના વાલીઓને પણ બોલાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT