બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:47 PM, 4 August 2024
જો તમે રોકાણ માટે વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો, તો અહીં અમે તમને 5 NFOs (નવા ફંડ ઑફર્સ) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણ માટે ખુલ્લા છે અને ટૂંક સમયમાં બંધ થઈ જશે. આ 5 NFOsમાં SBI અને Kotak Mahindra સહિત 5 અલગ-અલગ કંપનીઓના NFOનો સમાવેશ થાય છે. અમે તમને જણાવી દઈએ કે તમામ NFO હેઠળ, રોકાણકારોને 10 રૂપિયાની ન્યૂનતમ NAV પર યુનિટ્સ ફાળવવામાં આવે છે.
ADVERTISEMENT
SBI ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ
ADVERTISEMENT
SBIનો આ NFO 29મી જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો અને 12મી ઓગસ્ટે બંધ થશે. આ NFOમાં રોકાણ કરનારા લોકોને 20 ઓગસ્ટે યુનિટ ફાળવવામાં આવશે. આ NFOમાં તમારે પહેલા બે રોકાણોમાં ઓછામાં ઓછા 5000-5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સિવાય તમે આ સ્કીમમાં 500 રૂપિયાની SIP પણ શરૂ કરી શકો છો.
વધુ વાંચોઃ- હવે સોના પર લાગી શકે છે GST? તો તેનાથી ફાયદો થશે કે નુકસાન, જાણો વિગત
કોટક નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ
કોટક મહિન્દ્રાનો આ NFO 25મી જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો અને 8મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં કરાયેલા રોકાણ માટે યુનિટની ફાળવણી 16 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. તમે આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.
ઇન્વેસ્કો ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ
આ NFO 8મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં કરવામાં આવનાર રોકાણ હેઠળ 14 ઓગસ્ટે યુનિટની ફાળવણી કરવામાં આવશે. આ ફંડમાં રોકાણ રૂ. 1000થી શરૂ કરી શકાય છે. આ ફંડમાં 500 રૂપિયાથી SIP પણ શરૂ કરી શકાય છે.
બજાજ ફિનસર્વ લાર્જ કેપ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ
આ NFO હેઠળ જે 12મી ઓગસ્ટે બંધ થશે, 20મી ઓગસ્ટે યુનિટ ફાળવવામાં આવશે. આ ફંડમાં રોકાણ માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે.
ગ્રોવ નિફ્ટી EV અને ન્યૂ એજ ઓટોમોટિવ ETF FoF ડાયરેક્ટ-ગ્રોથ
ગ્રોનો આ NFO 7મી ઓગસ્ટે બંધ થશે. આ ફંડમાં રોકાણ કરનારા લોકોને 14 ઓગસ્ટે યુનિટની ફાળવણી કરવામાં આવશે. આ ફંડમાં રોકાણ 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આમાં SIP માત્ર 100 રૂપિયાથી શરૂ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.