બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 11:07 PM, 28 July 2023
ADVERTISEMENT
આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ માટે ખૂબ જ સારો અને લોકપ્રિય વિકલ્પ છે. આ ફંડ રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવાની તક પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે, આ રોકાણમાં કેટલાક જોખમો અને પડકારો પણ છે. આ જોખમો ઘટાડવા અને લાભો મેળવવા માટે રોકાણકારે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. રોકાણકારો ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો કરે છે.
ADVERTISEMENT
સંશોધન કર્યા વિના રોકાણ ન કરવું
રોકાણકારોની સૌથી મોટી ભૂલ એ છે કે, તેઓ કોઈપણ આ બાબતમાં સંશોધન કર્યા વિના રોકાણ કરે છે. જો તમે પણ કોઈપણ બાબતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે પહેલા તેના વિશે સંશોધન કરવું જોઈએ. તમારે તે સંબંધિત સ્કીમ વિશે તમામ માહિતી જેમ કે દસ્તાવેજો, હકીકત પત્રકો અને તમામ વિગતો વાંચવી જોઈએ. કેટલાક રોકાણકારો કોઈપણ એક ફંડની કામગીરીને સાચી માને છે. ઘણા રોકાણકારો આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને ઘણા ફંડ્સનું પાછલું પ્રદર્શન ખૂબ સારું હોઈ શકે છે તેનો અર્થ એ નથી કે તેનું ભવિષ્યનું પ્રદર્શન પણ સારું રહેશે. રોકાણકારે તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. રોકાણકારે ફંડની વર્તમાન સ્થિતિ ટ્રેક રેકોર્ડ, વ્યૂહરચના જોયા પછી જ રોકાણ કરવું જોઈએ.
અન્ય શેરો સાથે સરખામણી ન કરવી
કેટલીકવાર રોકાણકારો ફંડની અન્ય શેરો સાથે સરખામણી કરવાની ઉતાવળમાં હોય છે પરંતુ રોકાણકારે ક્યારેય પણ ફંડની તુલના કોઈપણ શેર સાથે કરવી જોઈએ નહીં. મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના લાભ મેળવવાનો છે. રોકાણકારે ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. જો ક્યારેય રોકાણકારને ફંડમાં કોઈ જોખમ લાગે તો ગભરાવાની જરૂર નથી તેણે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ.
એસેટ ફાળવણી
મ્યુચ્યુઅલ ફંડમાં નફો મેળવવા માટે રોકાણકારે હંમેશા ફંડની એસેટ ફાળવણી અને વિવિધતાને ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણા રોકાણકારોની સૌથી મોટી ભૂલ એ છે કે, તેઓ બધા પૈસા એક ફંડમાં એકસાથે રોકે છે. આ ખૂબ જોખમી હોઈ શકે છે આ કારણોસર રોકાણકારે વારંવાર તેને ટાળવું જોઈએ.
રોકાણ પર નજર રાખવી જોઈએ
રોકાણકારે કોઈપણ ફંડમાં રોકાણ કર્યા પછી બેલેન્સ રાખવું જોઈએ. રોકાણકારે હંમેશા તેના રોકાણ પર નજર રાખવી જોઈએ. જો રોકાણકાર તેના રોકાણ પર નજર રાખે છે તો તે જાણી શકશે કે તેને કેટલો નફો થઈ રહ્યો છે અથવા તેને હાલમાં કેટલું નુકસાન થયું છે. જો રોકાણકારને લાગે છે કે તેના દ્વારા કરવામાં આવેલ રોકાણથી વધુ વળતર મળી રહ્યું નથી તો તે યોગ્ય સમયે તેનું ફંડ પણ ઉપાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.