બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / '63132' આ કોઈ કોડ નથી, ક્રિકેટ સાથે જોડાયેલો અનોખો વર્લ્ડ રેકોર્ડ છે, જાણીને લાગશે નવાઈ
Last Updated: 10:01 PM, 16 January 2025
'63132' કોઈ OTP નથી! ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ છે. શું તમને ખબર છે કે આ રેકોર્ડ કોના નામે છે? જો નથી તો ચાલો આજે આ બલોર વીશે જાણીએ કે જેને ODI, ટેસ્ટ અને T20 ત્રણેય ફોર્મેટમાં કૂલ 63132 બોલ ફેંકી છે. આ મહાન બોલર સિવાય દુનિયાના કોઈ અન્ય બોલરને 60000 બોલ ફેંકવામાં સફળતા નથી મળી.
ADVERTISEMENT
કોના નામ સૌથી વધારે બોલ ફેંકવાનો રેકોર્ડ
ADVERTISEMENT
આ પોતાની ફીરકીના જાદુથી દિગ્ગજ બેટ્સમેનનો શિકાર કરીને દુનિયામાં સૌથી વધારે વિકેટ લેનાર પૂર્વ શ્રીલંકાઈ સ્પીનર મુથૈયા મુરલીધરન છે. આ મહાન બોલરે 1992-2011ના પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં કૂલ 495 મુકાબલા રમ્યા છે 63132 બોલ ફેંકીને સૌથી વધારે બોલ ફેંકવાનો આવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જેને તોડવો ખૂબ મુશ્કેલ છે. મુરલીધરન દુનિયામાં સૌથી વધારે વિકેટ લેવાવાળો બોલર છે. તેને 1347 વિકેટ લીધા છે.
બીજું કોઈ 60000 બોલ સુધી પહોંચી પણ નથી શકયું
તમને જાણીને આશ્ચર્ય થશે કે કે મુરલીધરનનો રેકોર્ડ એટલો સુરક્ષિત છે કે દુનિયાનો બીજો કોઈ બોલર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 60000 બોલ ફેંકવામાં સફળ નથી થયું. લિસ્ટમાં બીજા નંબરે ભારતીય દિગ્ગજ અનિલ કુંબલે છે, જેને 403 મેચોમાં 55346 બોલ ફેંકી. ત્રીજા સ્થાન પર દિવંગત ઓસ્ટ્રેલિયાઈ દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નામ છે. વોર્ને 51247 બોલ ફેંકી છે.
સૌથી વધારે બોલ ફેંકનાર 5 બોલર
મુથૈયા મુરલીધરન- 63132 બોલ
અનિલ કુંબલે - 55346 બોલ
શેન વોર્ન - 51347 બોલ
જેમ્સ એન્ડરસન - 50043 બોલ
ડેનિયલ વિટોરી - 43661 બોલ
વધુ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં! પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
મુરલીધરનના અન્ય વર્લ્ડ રેકોર્ડ
મુરલીધરન દુનિયાનો સૌથી મહાન બોલર છે. જેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધારે 800 વિકેટ લેનાર બોલર છે. એટલું જ નહીં, મુરલીધરન વિશ્વનો એક માત્ર એવો બોલર છે કે જેને ટેસ્ટમાં 800 વિકેટ લીધી છે. આ સિવાય દિગ્ગજના નામે ટેસ્ટમાં સૌથી વધારે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાનો પણ રેકોર્ડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.