બેજાન વાળથી લઈને ડેન્ડ્રફ વાળા વાળ સુધીની સમસ્યાઓમાં તમે હંમેશા મૂંઝાયેલા રહો છો. જો કે વારે ઘડી મોંઘી ટ્રીટમેન્ટ્સથી પણ કોઈ ખાસ ફાયદો થતો નથી. આ જ કારણ છે કે આજે અમે આપને શાઈની અને લાંબા વાળ માટે 2 ખાસ હોમમેડ હેયર પેક્સ બનાવવાની રીત બતાવીશું. જેના ઉપયોગથી તમે તમારા વાળની કેર સારી રીતે કરી શકશો. રાઈ એક પ્રાકૃતિક હેર કંડીશનર છે અને તે વાળની લંબાઈ પણ વધારે છે. સાથે તેમાં રહેલા એન્ટીફંગલ પ્રોપર્ટીઝ વાળને ડેન્ડ્રફથી બચાવે છે. આ માટે તમે સરળતાથી અલગ અલગ હેર પેક્સ બનાવીને તેનો લાભ લઈ શકો છો.
વાળની અનેક સમસ્યામાં લાભદાયી છે હોમમેડ હેર પેક્સ
શાઈની અને લાંબા વાળ મેળવવા આ રીતે બનાવો હેર પેક્સ
રાઈ એક પ્રાકૃતિક કંડીશનર હોવાથી વધે છે વાળ
શાઈની વાળ માટે
પ્રદૂષણ, ધૂળ માટી કે ખરાબ સીઝન વાળને નુકસાન કરે છે. એવામાં જરૂરી છે કે તમે વાળની દેખરેખ કરો. તમારા વાળની ચમક ખોવાઈ ગઈ છે તો આ યોગ્ય સમય છે જ્યારે તમે તેની ચમક પાછી લાવી શકો છો. આ માટે તમે રાઈના બીજને હેર માસ્કમાં ઉપયોગમાં લઈ શકો છો. તો તમારી મદદ કરશે.
આ રીતે બનાવો માસ્ક
એક બાઉલમાં એક ઈંડુ લો. તેમાં રાઈનો પાવડર મિક્સ કરો અને તેમાં બદામનું તેલ ઉમેરો. આ ત્રણેય વસ્તુની પેસ્ટ બનાવો. તેને વાળના મૂળથી લઈને છેડા સુધી લગાવો. હવે તેને વાળમાં પોણો કલાક રહેવા દો. સામાન્ય ગરમ પાણીથી શેમ્પૂ કરો અને વાળ ધોઈ લો. જો તમે ઈંડાની સ્મેલ વાળમાંથી દૂર કરવા ઈચ્છો છો તો તમે લાઈટ શેમ્પૂ યૂઝ કરો. માથું ધોયા બાદ તેને કુદરતી રીતે વાળ સૂકાવવા દો. ડ્રાયરનો ઉપયોગ ન કરો નહીં તો વાળ ફરી રફ બની જશે.
લાંબા વાળ માટે કરો આ પ્રયોગ
જો તમારા વાળ વધવાનું બંધ થયું છે તો તમે વાળ પર ધ્યાન આપો. વાળ ત્યારે વધતા નથી જ્યારે તેમાં પોષણની ખામી હોય છે. આ કારણે વાળનું ધ્યાન રાખવું જરૂરી બને છે.
આ રીતે લાંબા વાળ કરવા માટે તૈયાર કરો માસ્ક
સૌ પહેલાં એક બાઉલમાં અડધુ કેળું લો અને તેને મેશ કરી લો. હવે તેમાં જૈતૂનનું તેલ અને વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરો. ત્રણેયને સારી રીતે મિક્સ કર્યા બાદ એક પેસ્ટ તૈયાર કરો. તેમાં 2 ચમચી રાઈના બીજનો પાવડર મિક્સ કરો. આ પેકને વાળમાં લગાવો અને અડધો કલાક રહેવા દો. પેસ્ટ સૂકાઈ જાય એટલે વાળ સારી રીતે ધોઈ લો.