બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Must know the reasons of wrinkles on face in young age

બ્યૂટી ટિપ્સ / આ ભૂલો કરશો તો નાની ઉંમરમાં ચહેરા પર દેખાવા લાગશે કરચલીઓ, જાણો શું ન કરવું

Noor

Last Updated: 09:40 AM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને સ્કિન ખરાબ થઈ જાય છે. જેના માટે કેટલીક ભૂલો જવાબદાર છે. ચાલો જાણીએ.

  • આ ભૂલો કરશો તો નાની ઉંમરમાં ચહેરા પર દેખાવા લાગશે કરચલીઓ
  • ચહેરાની સ્કિનનું આ રીતે રાખો ધ્યાન
  • આવી ભૂલો નહીં કરો તો ચહેરો લાગશે યંગ

ચહેરા પરની કરચલીઓ હમેશાં એજિંગની જ નિશાની હોય એવું જરૂરી નથી. પણ તેના અન્ય પણ કેટલાક કારણો હોઈ શકે છે. આમ તો ઉંમર વધવાની સાથે સાથે ચહેરાની રોનક પણ ઘટતી જાય છે અને કરચલીઓ વધે છે પણ અત્યારે તો લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેની પાછળ તેમની જ કેટલીક ભૂલો અને કારણો હોય છે. 

વારંવાર ચહેરો ધોવો

ઘણીવાર ચહેરાની સ્કિન સતત પાણીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે કારણ કે ચહેરાની સ્કિન સેન્સિટિવ હોય છે. આ સિવાય વારંવાર ચહેરો ધોવો ન જોઈએ. 

સ્કિન હાઈડ્રેશન

પાણીની કમીને કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. જેથી પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. જેથી લિક્વિડ વધુ લેતા રહેવું. સ્કિન વધુ ડ્રાય હોય તો રોજ સ્નાન કરતાં પહેલાં ચહેરા અને બોડીની ઓઈલથી મસાજ કરવું. 

સૂવાની ખોટી રીત

ઘણીવાર લોકો જ્યારે કામ પરથી થાકીને ઘરે પાછાં આવે છે ત્યારે પેટના બળે જ સૂઈ જાય છે. જેના કારણે ચહેરો તકિયામાં દબાય જાય છે. જેના કારણે સ્કિન પર વહેલાં કરચલીઓ થવાની સમસ્યા થઈ શકે છે. 

સાબુ

સાબુ સ્કિનનું મોઈશ્ચર દૂર કરીને સ્કિનને ડ્રાય અને બેજાન બનાવી દે છે. જેના કારણે સમય પહેલાં સ્કિન પર કરચલીઓ દેખાવા લાગે છે અને સાબુના રહેલાં કમિકલ્સને કારણે સ્કિનને ઘણું જ નુકસાન પણ થાય છે. 

ડાર્ક ચોકલેટ

જો તમે નાની ઉંમરમાં કરચલીઓની સમસ્યાથી બચવા માગો છો તો રોજ એક નાનો ટુકડો ડાર્ક ચોકલેટનો ખાઈ શકો છો. પણ વધુ પ્રમાણમાં તેનું સેવન કરવું નહીં નહીતર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Face Wrinkles Home Remedies Reasons beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ