બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉત્તરાયણ પર આ 4 વ્યંજન જરૂર ખાજો, સ્વાદ જોરદાર હેલ્થને પણ રાખશે ચકાચક
Last Updated: 07:52 PM, 13 January 2025
ભારતમાં મકરસંક્રાંતિનું એક આગવું મહત્વ છે. સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી 14 જાન્યુઆરીને અલગ અલગ નામોથી આ તહેવાર ઉજવાય છે. રાજસ્થાનમાં તેને સંક્રાન્ત કહેવાય છે તો ગુજરાતમાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને કેરળમાં આ તહેવારને પોંગલ કહેવાય છે. આ દિવસે લોકો પતંગ પણ ઉડાવે છે. આ તહેવારને નવા પાકની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને રીતે ગુણકારી હોય છે.
ADVERTISEMENT
મકરસંક્રાંતિ પર લોકો તલનું સેવન કરે છે. જેમાં તલના બીજમાંથી લાડુ અને ચક્કી બનાવવામાં આવે છે. તલ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને વિટામિન E, A તથા B કોમ્પ્લેક્સ હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. આ સિવાય તલ હૃદય, મગજ, વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
ADVERTISEMENT
મીઠાઈમાં ખાંડને બદલે ગોળ ખાવાથી વધુ ફાયદો થાય છે. આ તહેવાર વખતે બનતી વાનગીઓમાં ગોળનો વધુ ઉપયોગ થાય છે. આ દિવસે લોકો ગોળ, મગફળી, તલમાંથી બનેલા લાડુ અને ચીક્કી ખૂબ જ સ્વાદથી ખાય છે.
મકરસંક્રાંતિના દિવસે ઉત્તર ભારતના ઘણા હિસ્સામાં ખીચડી ખાવામાં આવે છે. ખિચડી એક કંફર્ટ ફૂડ છે. આ ખીચડી ઓછા મસાલા અને તેલથી બનાવવામાં આવે છે. તેને ખાવાથી પાચનક્રિયામાં સુધાર આવે છે. તો કેટલાક હિસ્સામાં મકરસંક્રાંતિના દિવસે દહીં ચિવડા પણ ખાવામાં આવે છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. જેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / 15 થી 21 ફેબ્રુઆરી સુધી એન્ટી વેલેન્ટાઇન વીક, આજે સ્લેપ ડે, જાણો કયા દિવસનો શું મતલબ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.