બ્રેકિંગ ન્યુઝ
VTV / Muslim PM started trending in India after Rishiraj's announcement in Britain
Priyakant
Last Updated: 01:49 PM, 25 October 2022
ADVERTISEMENT
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચશે. પેની મોર્ડેંટે બરાબર દિવાળીના દિવસે રેસમાંથી ખસી જવાની જાહેરાત કર્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે સુનકને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. સુનક 210 વર્ષમાં બ્રિટનના વડાપ્રધાન બનનાર સૌથી યુવા નેતા હશે.
યુકેના ભૂતપૂર્વ નાણા પ્રધાન સુનક, એક ધર્મપ્રેમી હિન્દુ, લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ વડાપ્રધાનના સત્તાવાર નિવાસ-કમ-ઑફિસમાં પ્રવેશવાના છે. સુનક બ્રિટનના પીએમ બન્યા બાદ ગઈકાલથી ભારતમાં ટ્વિટર પર 'Muslim PM' ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ દરમિયાન લોકોએ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને જોરદાર ટ્રોલ કર્યા હતા.
ADVERTISEMENT
બ્રિટિશ મ્યુઝિયમના પ્રમુખ જ્યોર્જ ઓસ્બોર્ને ગઈ કાલે એક ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું, “દિવસના અંત સુધીમાં ઋષિ સુનક વડાપ્રધાન બનશે. મારા જેવા કેટલાક લોકોને લાગે છે કે તે આપણી સમસ્યાઓનો ઉકેલ છે. તો અન્ય લોકોને લાગે છે કે તે સમસ્યાનો ભાગ છે. તમારી રાજનીતિ ગમે તે હોય, ચાલો આપણે સૌ પ્રથમ બ્રિટિશ એશિયન પીએમ બનવાની ઉજવણી કરીએ અને આપણા દેશને ગર્વ કરીએ કે તે અહીં થઈ શકે છે.
શશી થરૂરે શું કહ્યું ?
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ ટ્વિટ પર રિટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'જો આવું થાય તો મને લાગે છે કે આપણે બધાએ સ્વીકારવું પડશે કે બ્રિટનના લોકોએ ખૂબ જ દુર્લભ કામ કર્યું છે. તેમણે તેમના સૌથી શક્તિશાળી કાર્યાલયમાં લઘુમતી સમુદાયના સભ્યને તક આપી છે. અમે ભારતીય ઋષિ સુનક માટે ઉજવણી કરી રહ્યા છીએ. ચાલો પ્રામાણિકપણે પૂછીએ: શું તે અહીં હોઈ શકે ?'
If this does happen, I think all of us will have to acknowledge that theBrits have done something very rare in the world,to place a member of a visible minority in the most powerful office. As we Indians celebrate the ascent of @RishiSunak, let's honestly ask: can it happen here? https://t.co/UrDg1Nngfv
— Shashi Tharoor (@ShashiTharoor) October 24, 2022
શશિ થરૂર થયા ટ્રોલ
શશિ થરૂરના આ ટ્વીટ પર લોકોએ તેમને જોરદાર ટ્રોલ કર્યા હતા. ઘણા યુઝર્સે આ માટે કેટલાક ઉદાહરણો પણ આપ્યા. રાજકીય વિવેચક સુનંદા વશિષ્ઠે લખ્યું, "બે ટર્મ માટે શીખ પીએમ, મુસ્લિમ રાષ્ટ્રપતિ, મહિલા વડાપ્રધાન, મહિલા રાષ્ટ્રપતિ... આવા ઘણા ઉદાહરણો છે. અમે તેના વિશે વધારે પડતું નથી કારણ કે અમે બ્રિટિશરોથી વિપરીત જાતિવાદી નથી. અલબત્ત આ તેમના માટે મોટી વાત છે. બિનજરૂરી અપરાધની લાગણી ન કરો.
તો વળી અંકિત જૈન નામના ટ્વિટર યુઝરે શશિ થરૂરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, "એક ખ્રિસ્તી દ્વારા નિયંત્રિત એક શીખ વડાપ્રધાન, તેમની નીચે તમારા જેવા હિંદુ પ્રધાન. આ પહેલા જ થઈ ગયું ભાઈ!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.