બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:10 PM, 23 March 2025
મુસ્કાન અંગે ચોંકાવનારી માહિતી જેલર દ્વારા આપવામાં આવી છે. જેના અનુસાર મુસ્કાન જેલમાં પણ સાહિતની સાથે રહેવા માંગે છે સાથે જ તે જેલમાં પણ મોઢુ છુપાવીને જ ફરે છે.
ADVERTISEMENT
ચૌધરી ચરણસિંહ જેલમાં છે મુસ્કાન
ઉત્તર પ્રદેશના મેરઠના ચૌધરી ચરણસિંહ જિલ્લા જેલમાં હત્યાના આરોપમાં બંધ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની દિનચર્યા અને તેમના નશાની લત છોડાવવાની પ્રક્રિયા અંગે જેલ તંત્રએ મહત્વની માહિતી શેર કરી છે. વરિષ્ઠ જિલ્લા જેલ અધીક્ષક ડૉ. વીરેશના અનુસાર જેલમાં આવનારા દરેક નવા બંદીનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત જ્યારે મુસ્કાન અને સાહિલની તપાસ કરવામાં આવી તો તેઓ નશેડી હોવાનું સામે આવ્યું.
ADVERTISEMENT
બંન્નેને નશામુક્ત કરવા ડોક્ટર્સનો પ્રયાસ
ડોક્ટરોએ તત્કાલ તેમની ચિકિત્સા શરૂ કરી દીધી અને હવે બંન્નેને નશા મુક્તિ માટે દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કાઉન્સેલિંગ અને ધ્યાન જેવી તેકનીકના માધ્યમથી પણ તેમને આ લત્તથી દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્રને આશા છે કે, 10 થી 15 દિવસમાં તેમની સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થઇ જશે.
સરકારી વકીલની મુસ્કાને કરી માંગ
મુસ્કાને જેલ તંત્રની સામે આ અપીલ કરી કે તેમને પોતાનો કેસ લડવા માટે એક સરકારી વકીલ આપવામાં આવે. તેના પરિવારનો કોઇ પણ સભ્ય અત્યાર સુધી તેમને મળવા માટે નથી આવ્યો અને ન તો કોઇ કાયદાકીય સહાયતા ઉપલબદ્ધ કરાવાઇ છે. તેવામાં જેલ તંત્રના નિયમો અંતર્ગત તેમની માંગણી પર વિચાર કર્યો અને કોર્ટમાં પ્રાર્થના પત્ર મોકલ્યું જેથી તેને એક સરકારી વકીલ મળી શકે. જેલ તંત્રનું કહેવું છે કે કોઇ પણ બંદીને કાયદાકીય સહાયતા અપાવવી તેમની ફરજ છે અને જો કોઇ અધિકારીક રીતે સરકારી વકીલની માંગ કરે છે તો તેમને આ સુવિધા આપવામાં આવે છે.
જેલમાં અલગ અલગ રહે છે મહિલા અને પુરૂષ કેદી
શરૂઆતના દિવસોમાં મુસ્કાન અને સાહિલ બંન્ને ડરેલા હતા. તે ઉપરાંત બંન્ને સાથે રહેવા માટેની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, જો કે જેલ નિયમો અંતર્ગત મહિલા અને પુરૂષ બંધઓને અલગ અલગ રાખવામાં આવે છે. માટે તેમની માંગ સ્વિકારવામાં આવી નહી. જેલના નિયમો અનુસાર નવા કેદીઓને પહેલા 10 દિવસ સુધી કોઇ નવું કામ સોંપાવમાં આવતું નથી. ત્યાર બાદ તેઓ ઇચ્છે તો જેલની દિનચર્યાનો પણ સમાવેશ થઇ શકે છે.
બંન્ને નશા વગર તરફડી રહ્યા છે
ડોક્ટરના અનુસાર નશાની લતના કારણે મુસ્કાન અને સાહિલને ખાવા-પીવામાં પણ પરેશાની થઇ રહી હતી, જો કે જેમ જેમ દવાઓની અસર થઇ રહી છે, તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં બંન્ને ખુબ જ ખામોશ હતા, પરંતુ હવે તેમની વાતચીતમાં થોડી સહજતા આવી છે. જેલ તંત્રનું કહેવું છે કે, જો જરૂર પડશે તો મેડિકલ કોલેજના માધ્યમથી મનોચિકિત્સકની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.