બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મયૂર નાડીયાનું બેસણું: ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યાં
Last Updated: 07:50 PM, 19 April 2025
ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર મયૂર નાડીયાનું નાની વયે અવસાન થતાં સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. આજે તેમના બેસણામાં તમામ ટોચના ગુજરાતી કલાકારોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ADVERTISEMENT
કલાકારોની આંખો ભીની થઇ
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં મયૂર નાડીયાને યાદ કરતા રાકેશ બારોટ, જીગ્નેશ કવિરાજ, વિક્રમ ઠાકોર અને મનુ રબારી જેવા કલાકારો રડી પડ્યાં હતા. ગીતા રબારી, ગમન સાંથલ સહિતના કલાકારોની આંખોભીની થઇ ગઇ હતી. તેઓ મયૂર નાડીયા અંગે વાત ગીતકાર મનુ રબારીએ જણાવ્યું કે, ગુજરાતી ગીતોમાં પ્રાણ ફુંકનારો જાદુઇ સંગીતકાર જતો રહ્યો. આ તેની જવાની ઉંમર નહોતી મારા ભાઇના જવાથી મને ખુબ જ દુખ પહોંચ્યું છે. આ ઉપરાંત ગુજરાતી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
ADVERTISEMENT
જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટે કહ્યું ન કહી શકાય તેવું દુ:ખ
રાકેશ બારોટે જણાવ્યું કે, ભગવાન તેના આત્માને શાંતિ આપે તેવી જ અમારી પ્રાર્થના છે. તે ખુબ જ પ્રતિભાવાન સંગીતકાર હતો. જેણે ગુજરાતી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં ન માત્ર નવાપ્રાણ પુર્યા હતા પરંતુ ગુજરાતી ગીતોને લોકજીભે ચડાવ્યા હતા. લોકો ફરી એકવાર ગુજરાતી ગીતો સાંભળતા થતા તે મયૂરના આભારી હતું. આજે પણ ગુજરાતનાં સૌથી વધુ ચાલેલા યુટ્યુબ ગીતોમાં ટોપ 10 માંથી 9 એમના હશે.
અનેક પ્રખ્યાત ગુજરાતી ગીતો
ગુજરાતને ખૂબ જ પ્રખ્યાત થયેલા 'રોણા શેરમાં', 'ચાર ચાર બંગડીવાળી ગાડી' જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા દરેકની જીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયૂર નાડીયાનું નાની વયે અવસાન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે.
કયા કયા ગીતો ફેમસ થયાં
મયૂર નાડીયાના લખેલા અનેક ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી. જેમાં હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી, માં મારી આબરૂ નો સવાલ, ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉ, રોણા શેરમાં, મા તારા આશીર્વાદ, એવા અઢળક ગીતોના મ્યુઝિક ડિરેક્ટર હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.