બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:43 PM, 10 December 2024
બોલીવુડવાળા માથા પર કાળ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોમેડિયન કમ એક્ટર સુનિલ પાલ બાદ હવે વધુ એક એક્ટર ઠગબાજોની ચપેટમાં ચઢ્યાં છે. એક્ટર મુસ્તાક ખાનને યુપીના બિજનૌરમાં એક કાર્યક્રમના બોલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેની પાસેથી ₹2 લાખની ઉચાપત કરી હતી અને તેને બંધક બનાવીને ત્રાસ આપ્યો હતો. બીજા દિવસે સવારે તક મળતાં તેઓ ભાગી નીકળ્યાં હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ये मुश्ताक खान हैं। बाॅलीवुड के जाने-माने कलाकार हैं। आपने इन्हें बहुत सी मूवी में देखा होगा। मुश्ताक का यूपी में अपहरण हो गया। यह अपहरण मेरठ हाईवे पर हुआ और फिरौती की रक़म बिजनौर में वसूली गई। शायद यह ख़बर झूठी होगी क्योंकि यूपी तो अपराध मुक्त हो चुका है! चारों ओर खुशहाली है! pic.twitter.com/6lTkodr9Fg
— Wasim Akram Tyagi (@WasimAkramTyagi) December 10, 2024
મેરઠના શખ્સે ફોન કરીને કાર્યક્રમમાં બોલાવ્યાં
ADVERTISEMENT
મુસ્તાક ખાનના ઈવેન્ટ મેનેજર શિવમ યાદવના અહેવાલ મુજબ 15 ઓક્ટોબરે મેરઠના એક વ્યક્તિ રાહુલ સૈનીએ મુસ્તાકને એક ઈવેન્ટમાં હાજરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 20 નવેમ્બરે મુસ્તાક ખાન મુંબઈથી દિલ્હી પહોંચ્યાં હતા જ્યાં રાહુલ દ્વારા મોકલવામાં આવેલી એક કેબ તેમને લેવા આવી હતી. આ વાહન મેરઠ આવવાનું હતું અને ડ્રાઈવર સિવાય તેમાં એક વધુ વ્યક્તિ પણ હાજર હતી. આ પછી ડ્રાઈવરે કાર રોકીને તેને બીજી કારમાં બેસાડ્યો અને આ કાર પણ એ જ વૃદ્ધ ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. વાહન થોડે આગળ વધ્યું કે વધુ બે લોકો પણ તેમાં ચડી ગયા અને તેમને ગાડીમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ જવાયા હતા અને તેમનો ફોન પણ ઝૂંટવી લેવાયો હતો અને તેના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધાં હતા. પોલીસ સૂત્રોનું માનીએ તો તેઓ કહે છે કે પહેલા મુસ્તાકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને બિજનૌર લવાયો હતો.
સુનિલ પાલનું પણ થયું હતું અપહરણ
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કોમેડિયન કમ એક્ટર સુનિલ પાલનું પણ અપહરણ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT