બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યાની ટીમે T20 ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો, મેચમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
Last Updated: 02:01 PM, 5 December 2024
mushtaq ali trophy: ક્રિકેટમાં જ્યારથી T20નું આગમન થયું છે ત્યારથી અનેક રેકોર્ડ ધરાશાયી થયા છે તેમજ અનેક નવા રેકોર્ડ બન્યા છે. ત્યારે હવે હાર્દિક પંડ્યાની ટીમે એવો કરિશમા કર્યો કે T20 ક્રિકેટમાં ઈતિહાસ સર્જીને સૌથી મોટો સ્કોર કર્યો છે. આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
હાર્દિકની ટીમે તમામ રેકોર્ડ તોડી નાખ્યા
તમે 20 ઓવરની મેચમાં કેટલા રનની અપેક્ષા રાખો છો? 150, 200, 250?? જો કે હાર્દિક પંડ્યાની હોમ ટીમે T20માં સૌથી વધુ સ્કોર બનાવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં રમતી બરોડાની ટીમે 20 ઓવરમાં 349 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો. તેણે આ વર્ષે ઓક્ટોબરમાં ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
બરોડાની ટીમે બનાવ્યો ઈતિહાસ
સિક્કિમ સામે રમાયેલી ટી-20 મેચમાં બરોડાએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યા સૌથી વધુ સ્કોર ધરાવતી મેચમાં ટીમનો ભાગ નહોતો. તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા રમી રહ્યો હતો. ટીમના કેપ્ટન પણ તે જ હતો. પરંતુ તેને પણ બેટિંગ કરવાની તક મળી ન હતી. બરોડાના ટોપ ઓર્ડર બેટરોએ સિક્કિમને ટીમની એવી ધોલાઈ કરી કે T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવી નાખ્યો છે.
વધુ વાંચો : ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
બરોડાની ટીમે 37 છગ્ગા ફટકાર્યા
સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના ગ્રુપ B મેચમાં બરોડાએ સિક્કિમ સામે પ્રથમ બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. સિક્કિમના બોલરો પાસે બરોડાના બેટરોની ધોલાઈનો કોઈ જવાબ નહોતો. બરોડાના બેટરની સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો ટોચના 5 બેટરોમાંથી કોઈની સ્ટ્રાઈક રેટ 200થી નીચે નહતી.
મોટો સ્કોર ખડકવામાં ટોપ ઓર્ડરનો મોટો ફાળો
નોંધનીય છે કે, આવડો મોટો સ્કોર ખડકવામાં ટોપ ઓર્ડરનો મોટો ફાળો રહ્યો હતો, જેમાં ટોપ ઓર્ડરના 5માંથી 4 બેટરોએ ફિફ્ટી પ્લસ રન બનાવ્યા હતા. સૌથી વધુ રન ભાનુ પાનિયાએ 51 બોલમાં 134 રન બનાવી અણનમ રહ્યા હતા. 262.75ની સ્ટ્રાઇક સાથે રમાયેલી તેની ઇનિંગ્સમાં 15 સિક્સ અને 5 ફોરનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT