ચિંતા / પર્યાવરણ સંરક્ષકો માટે ખતરનાક દેશોમાં ભારતનું પણ નામ, બ્રિટનની સંસ્થાનો રિપોર્ટમાં થયો ખુલાસો

Murder of environmental activists reaches record high

સ્વચ્છ પર્યાવરણનો મૂળભૂત અધિકાર આપણને બંધારણ દ્વારા બક્ષવામાં આવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ પર્યાવરણના સંરક્ષણ માટે સતત હિમાયત કરી રહ્યું છે. આપણા વડા પ્રધાન પણ પર્યાવરણ સુરક્ષાને પ,૦૦૦ વર્ષ જૂની પરંપરા દર્શાવતાં થાકતા નથી. આ બધા વચ્ચે એક વરવી હકીકત એ પણ છે કે આ દેશના નવા સંસ્કરણ ન્યૂ ઇન્ડિયામાં ગેરકાયદે ખનન, જંગલોનું નિકંદન, બંધ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કર્મશીલો, સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવાની માગણી કરનારા કાર્યકરો પર પોલીસ, ભૂમાફિયા અને સરકારી સંરક્ષણ પ્રાપ્ત હત્યારા ગોળીઓ ચલાવે છે. ક્યારેક ટ્રેક્ટર ફેરવી દે છે અથવા તો માર્ગ અકસ્માત કરાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ