બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમી સાથે મળી બીજા પ્રેમીનું કર્યું મર્ડર! પેશાબ કરવા ગયો અને ટૂંપો આપ્યો, દાહોદનો કિસ્સો
Last Updated: 05:24 PM, 2 February 2025
દાહોદ જીલ્લા માં દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામે થોડા દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી હતી જેમા તેની ઓળખ માટે સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરવામા આવ્યા હતા જે અનુસંધાને જે વ્યક્તિ છે તેની વોટ્સએપના માધ્યમથીથી પરિવારજનો ને ઓળખ મળી હતી અને તેનુ નામ રાજેશભાઈ માનસિંહ બારીયા જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી, અને મૃતકના પરિવાર જનોનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી હતી જેમા જાણવા મળેલ કે રાજેશભાઈ માનસિંહ ભાઈ બારીયા જેમના પોતાની બાજુમા રહેતા પડોશી મનિષાબેન સાથે પ્રેમ સંબંધ હતા સાથે જ મનિષા બેનના બીજા વ્યક્તિ રાજુભાઇ ગણાવા સાથે પણ પ્રેમ સંબંધ હતા જેથી અવારનવાર બંને પ્રેમી વચ્ચે મનિષાબેનને લઈને ઝગડા ખુબ જ થતા હતા જેથી મૃતકના પત્ની ઘોળીબેને મનિષાબેન તથા રાજુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દારૂ પીને ડિંગલ! નશામાં ધૂત શખ્સે તોડફોડ કરી મચાવ્યો હંગામો! વીડિયો વાયરલ
સાગટાળા પોલીસે ફરીયાદ ના આધારે તથા હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે તપાસ કરી તથા આરોપી ના સી.ડી. આર મંગાવી તપાસ કરતા મનિષા બેન, રાજુભાઇ તથા હિતેશ ભાઈ રમેશભાઈ પટેલ સંકાસ્પદ જણાવી આવતા તેમની ધરપકડ કરી હતી હતા જેમા બંને આરોપીઓ દ્વારા તથા હિતેશભાઈ દ્રારા ખુલાસો કરવામાં આવ્યો કે 22/1/25 ના રોજ મૃતક રાજેશ ને છેતરીને મોડી રાત્રે મનિષા બેન ના ઘરે બોલાવી કાવતરું રચ્યું હતું જેમા આરોપી રાજુભાઇ તે પાછળ ઓરડાના ભાગે સંતાયેલો હતો જે સમયે રાજેશભાઈ પેશાબ કરવા માટે પાછળ ગયા ત્યારે મનિષાબેને રાજુભાઇને ઇશારો કરતા રાજુભાઇએ રાજેશભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી ત્યાર બાદ રાજુભાઇ તેમના સાળા હિતેશભાઈની મદદથી કારમાં લાશ લઇ જઇને શારદા ગામે ફેંકી દીધી હતી.
ADVERTISEMENT
હાલ તો સાગટાળા પોલીસે ત્રણ આરોપી રાજુભાઇ ગણાવા , મનીષાબેન બારીયા તથા હિતેશભાઈ પટેલ સહિત મારુતિ કંપનીની ઇકો ગાડી નંબર- GJ20AQ1593 તથા બે મોબાઇલ ફોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.