બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / 6 લાખની સોપારી, સ્પામાં મર્ડર, જાંઘ પર કોતર્યા 22 નામ, 'ગજની' જેવી આ ક્રાઇમ સ્ટોરીએ સૌને ચોંકાવી દીધા
Last Updated: 11:33 AM, 27 July 2024
Mumbai Spa Murder : વર્ષ 2008માં આવેલ આમીર ખાનની ગજની ફિલ્મ તો તમે બધાએ જોયું જ હશે. જેમાં ફિલ્મનો હીરો યાદશક્તિની એક બીમારીનો શિકાર હોવાથી પોતાના દુશ્મનો સાથે બદલો લેવા માટે શરીર પર તે લોકોના નામનું ટેટૂ કરાવે છે. જે બાદમાં તેમની સાથે બદલો લે છે. પણ આવી જ કઈક ઘટના દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં બની છે. મુંબઈમાં એક વ્યક્તિની હત્યા થઈ અને છેલ્લે તેના શરીર ઉપર દોરાવેલ ટેટૂના આધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
જાંઘો પર દોરાવ્યું હતું દુશ્મનોના નામનું ટેટૂ
ગજની ફિલ્મના હીરોની જેમ ગુરુ સિદ્ધપ્પા વાઘમારે નામના વ્યક્તિએ પોતાના શરીર પર દુશ્મનોના નામનું ટેટૂ કરાવ્યું હતું. તેના મૃત્યુ બાદ પોલીસને તેની જાંઘો પર 20 થી 22 નામના ટેટૂ જોવા મળ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 3 વર્લી વિસ્તારમાં સોફ્ટ ટચ સ્પામાં 50 વર્ષીય ગુરુ સિદ્ધપ્પા વાઘમારેની હત્યાની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ગુરુ સિદ્ધપ્પા વાઘમારેની હત્યાના આરોપમાં મુંબઈને અડીને આવેલા નાલાસોપારા અને કોટામાંથી ચાર લોકોની અટકાયત કરી હતી. જેમાંથી કુલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હજુ બે લોકોની પૂછપરછ ચાલુ છે. આ મામલામાં સ્પાના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
હત્યારાઓની ઓળખ
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ મોહમ્મદ ફિરોઝ અંસારી છે જેની ઉંમર 26 વર્ષ છે. તેની નાલાસોપારામાંથી ધરપકડ કરવામાં આવી છે. બીજો આરોપી સાકિબ અંસારી કોટામાંથી ઝડપાયો છે. વર્લી પોલીસ હવે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરી રહી છે. આ બંને વચ્ચેનું કનેક્શન સ્પાના માલિક સાથે હોવાનું કહેવાય છે. ગુરૂ સિદ્ધપ્પા વાઘમારેના મૃત્યુ બાદ જ્યારે પોલીસે તેની લાશ જોઈ તો તેની બંને જાંઘ પર 20-22 લોકોના નામ લખેલા હતા. હવે પોલીસ આ લોકોની પૂછપરછ કરી રહી છે. આ જ યાદીમાં હાજર એક નામ પરથી પોલીસને આ કેસમાં વધુ લીડ મળી છે. આ પછી જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જાણો કઈ રીતે બની ઘટના ?
23 જુલાઈના રોજ મૃતક વાઘમારેએ તેની ગર્લફ્રેન્ડ અને મુંબઈના સાયન વિસ્તારમાં વર્લીમાં એક સ્પામાં કામ કરતા ત્રણ કામદારો સાથે પાર્ટી કરી હતી. પછી આ પાર્ટી પછી વાઘમારે તેની ગર્લફ્રેન્ડ સાથે વર્લીના સ્પામાં આવ્યો, જ્યાં તે કામ કરે છે. તે બધા રાત્રે 12:30 વાગ્યે વરલીના સોફ્ટ ટચ સ્પામાં પહોંચ્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ સ્પામાં કામ કરતા ત્રણેય કામદારો બહાર ગયા હતા. આ પછી વાઘમારે સાથે અદાવત રાખનાર બે અજાણ્યા બદમાશોએ સ્પાનું શટર ખોલી સ્પાની અંદર પ્રવેશ કર્યો હતો. અને તિક્ષ્ણ હથિયાર વડે વાઘમારેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તે લોહીલુહાણ થઈને જમીન પર પડી ગયો. તેનું લોહી જમીન પર ફેલાઈ રહ્યું હતું.
પોલીસને માહિતી મળી અને શરૂ થઈ તપાસ
જ્યારે હત્યારાઓ ગુરુ સિદ્ધપ્પા વાઘમારે પર હુમલો કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાને બચાવવા માટે પોતાના હાથ આગળ કર્યા હતા જેના કારણે તેના હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી. ગુનાને અંજામ આપી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે વાઘમારેની મહિલા મિત્રએ સ્પાના માલિકને આ વિશે જાણ કરી ત્યારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને હત્યા અંગેનો ફોન આવ્યો.મુંબઈ પોલીસે જણાવ્યું કે પોલીસને બુધવારે બપોરે 1:45 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્પામાં કામ કરતા કામદારો સહિત મૃતક વાઘમારેના મિત્રોની પૂછપરછ શરૂ કરી. હાલમાં વર્લી પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.
સંતોષ શેરેકરે આપી હતી સોપારી
મળતી માહિતી મુજબ વરલી પોલીસે આ કેસમાં સ્પાના માલિક સંતોષ શેરેકરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી સંતોષ શેરેકરે ગુરુ સિદ્ધપ્પા વાઘમારેની હત્યા માટે હત્યારાઓને 6 લાખ રૂપિયા આપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.