બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:35 PM, 23 June 2025
આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 32 વર્ષીય તેજેશ્વરનો મૃતદેહ અહીંના સુકાલીમેટ્ટા વિસ્તારમાં HNSS નહેર પાસે મળી આવ્યો હતો. તેજેશ્વર તેલંગાણાના ગડવાલ શહેરના રાજાવિધિનગરનો રહેવાસી હતો. તે એક ખાનગી જમીન સર્વેયર અને ડાન્સ ટીચર હતો.
ADVERTISEMENT
તેજેશ્વરના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. 18 મેના રોજ તેણે કુર્નૂલના કલ્લુરની રહેતી ઈશ્વર્યા નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેજેશ્વરના મૃત્યુ બાદ, તેના પરિવારે તેની પત્ની અને અન્ય સાથીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પન્યામ વિસ્તારના નિરીક્ષક કિરણ કુમારના જણાવ્યા અનુસાર, તેજેશ્વર 17 જૂનથી ગુમ હતો. ત્યારબાદ તેના ભાઈ તેજવર્ધને ગડવાલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ લોકેશન ટ્રેકિંગની મદદથી, પોલીસે 21 જૂનના રોજ NHSS નહેર પાસે તેજેશ્વરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બાદમાં આ મૃતદેહ ગડવાલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
વધુ વાંચો: VIDEO : અશ્લિલ વીડિયોથી કંટાળી પબ્લિક, જિન્સવાળી છોકરીને દોડાવી-દોડાવીને મેથીપાક આપ્યો
ADVERTISEMENT
પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
ગડવાલના ઇન્સ્પેક્ટર ટી. શ્રીનિવાસે મીડિયાને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પરથી એક કારની ઓળખ થઈ છે. તે કારના માલિક અને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, 'પૈસા સંબંધિત વિવાદ છે કે કોઈ વ્યક્તિગત કારણ છે, અમે બધા પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. જોકે, શ્રીનિવાસે પરિવારના આરોપોની પુષ્ટિ કરી નથી પરંતુ ખાતરી આપી છે કે તપાસ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કરવામાં આવશે અને સત્ય બહાર લાવવામાં આવશે.
ADVERTISEMENT
તેજેશ્વર એક ખાનગી સર્વેયર તેમજ નૃત્ય શિક્ષક હતા અને સમાજમાં તેમનું સન્માન કરવામાં આવતું હતું. તેમના અચાનક ગુમ થવા અને પછી હત્યાના સમાચારથી સમગ્ર પરિવાર અને સમાજને આઘાત લાગ્યો છે. ગડવાલ પોલીસ હવે પુરાવા ભેગા કરીને તેજેશ્વરની હત્યા કોણે, કેવી રીતે અને શા માટે કરી તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.