મુનમુન દત્તા એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં બબીતાજી પોતાની એક તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી ચર્ચામાં
શેર કરી હતી તસવીર
ડાંસર પણ છે મુનમુન દત્તા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી રીલ લાઈફથી લઈને રિયલ લાઈફ સુધી લોકોના દિલ જીતવા માટે ઓળખાય છે. શોની વાત કરીએ તો તે ગોકુલધામ સોસાયટીની સૌથી ફેશનેબલ મહિલા છે, પરંતુ રિયલ લાઈફમાં પણ તે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાની સુંદરતા, સ્ટાઈલ અને આત્મવિશ્વાસને કારણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે, આ વાતની સાબિતી તેમની હાલની તસવી આપે છે.
એક્ટ્રેસને જોઈ હેરાન થઇ ગયા લોકો
એક્ટ્રેસ મુનમુન દત્તાએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમુક તસવીર શેર કરી. આ તસવીરોમાં તેમણે દુનિયાનાં અલગ અલગ હિસ્સાઓમાં જોઈ શકાય છે. જોકે એક તસવીરમાં બે લોકોને તેને ઘૂરતા પણ જોઈ શકાય છે. એવું લાગી રહ્યું છે કે લોકો સુંદર બબીતાજીને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ફોટો શેર કરતા એક્ટ્રેસ લખે છે કે આ બે વ્યક્તિનાં એક્સપ્રેશન આજે પણ મારા ફેવરીટ છે.
જેઠાલાલને આપી રહ્યા છે ટક્કર
તસવીર જોઇને સૌનાં ચહેરા પર હાસ તો આવશે જ. એવું લાગે છે કે આપણી સુંદર બબીતાજીને જોઇનેતે વ્યક્તિઓની પાંપણ પણ નથી ફરકતી. આ બંને વ્યક્તિ જેઠાલાલને ટક્કર આપી રહ્યા છે.
ડાંસર પણ છે મુનમુન દત્તા
હાલમાં જ મુનમુન દત્તાએ [પોતાના ફેંસ સાથે ગંગૂબાઈ કાઠિયાવાડીનાં ગીત 'ઢોલીડા' પર ડાંસ કરતા ખુદનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમની ડાન્સિંગ સ્કીલ જોઇને સૌ ચોંકી ગયા હતા. આ પહેલા મુનમુન પોતાનાં અપમાનજનક ભંગીવાળા વીડિયોને લઈને પણ વિવાદોમાં રહી ચુકી છે.