બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્ટાફ તો નહીં, મીની ફાયર ફાઈટર પણ માત્ર એક, બનાસકાંઠાની તમામ નગરપાલિકામાં ફાયર મહેકમનો અભાવ, ક્યારેક કોઇ દુર્ઘટના ઘટી તો?
Last Updated: 01:55 PM, 31 October 2024
બનાસકાંઠાની મોટાભાગની નગરપાલિકાઓમા ફાયર વિભાગમાં મહેકમનો અભાવ છે એટલે કે આગ લાગે ત્યારે કુવો ખોદવો પડે તેવી પરિસ્થિતિ છે. પાલનપુર નગરપાલિકા સિવાય ડીસા થરા ભાભર અને ધાનેરા નગરપાલિકાઓમાં ફાયર ના સ્ટાફનું મહેકમ જ નથી. આ પાલિકાઓ રોજમદારો અને શ્રમિકોના ભરોસો ચાલે છે. થરા નગરપાલિકાની વાત કરીએ તો માત્ર એક મીની ફાયર ફાઈટર છે અને ત્યાં ફાયર ફાઈટર માટે સ્ટાફ જ નથી.
ADVERTISEMENT
ફાયરમેન સહિત માત્ર ચાર લોકો હાજર
નગરપાલિકાનો ડ્રાઇવર એ જ ફાયરમેન અને એ જ સ્ટાફ જ્યારે પણ આગ ની ઘટના બને ત્યારે કોઈ શ્રમિકને આગ ની ઘટનામાં લઈ જવો પડે એવી સ્થિતિ છે. થરા નગરપાલિકામાં 6 કર્મચારીઓના સ્ટાફનું મહેકમ મંજૂર થયેલું છે પરંતુ સ્ટાફ નથી. જ્યારે ભાભર અને ધાનેરા નગરપાલિકાની પણ એજ સ્થિતિ છે. 6 કર્મચારીઓ નું મહેકમ છે પરંતુ ત્યાં પણ કરાર આધારિત અથવા તો રોજમદાર ના ભરોસે ફાયર ફાઇટર ચાલે છે. સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિ ડીસાની છે, ડીસા નગરપાલિકામાં ફાયર સ્ટેશનમાં ત્રણ ફાયર ફાઈટર છે. પરંતુ માત્ર એક જ ફાયરમેન છે અને અન્ય ચાર રોજમદાર છે, 21 કર્મચારીઓનું મહેકમ મંજૂર થયેલું છે પરંતુ અત્યારે એક ફાયરમેન સહિત માત્ર ચાર લોકો ફરજ બજાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'વન નેશન વન ઇલેક્શન' પર PM મોદીનું કેવડિયાથી મોટું નિવેદન, જુઓ શું કહ્યું
ડીસા વ્યાપારી મથક છે. જેની સાથે જીઆઇડીસીનો વિસ્તાર છે. આ ઉપરાંત વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજ પણ આવેલા છે. ત્યારે અનેકવાર મોટી ઘટનાઓ પણ બને છે પરંતુ સ્ટાફને અભાવે અનેક વાર મુશ્કેલીઓ પડે છે. એટલે ત્યાં ફરજ બજાવતા ફાયરમેન અથવા રોજમદારો ફાયરમાં કાયમી ભરતી થાય મહેકમ પૂરતું થાય તો આવનારા ભવિષ્યમાં આગ જેવી ઘટનાઓને રોકી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.