બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 11:43 AM, 9 April 2022
ADVERTISEMENT
કંગના રનૌતનો શો લોક અપ ચર્ચામાં આવ્યો છે. શૉના કન્ટેસ્ટન્ટ અને શોમાં થતા ઝઘડા અને ખુલાસા લોકોને એન્ટરટેઇન કરી રહ્યા છે તો બીજી તરફ લૉક અપમાં ધીરે ધીરે પ્રેમી સંબંધો પણ ખીલી રહ્યા છે. અહીં વાત કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરા અને મુનવ્વર ફારુકીની છે. આજકાલ શોમાં ખુલાસાથી વધારે તેની લવ સ્ટોરીને લઇને ચર્ચામાં છે.
અંજલિએ કર્યો પ્રેમનો એકરાર
ADVERTISEMENT
અંજલીએ લૉક અપમાં મુનવ્વર ફારુકી સાથે એક સ્ટ્રોંગ બોન્ડ ધરાવે છે. શૉ દેખનારાને આ બંને વચ્ચે મિત્રતા લાગી રહી હતી પરંતુ હવે આ બંનેનો પ્રેમ જગજાહેર થઇ ગયો છે. શોના લેટેસ્ટ પ્રોમમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેન્ડ અપ કોમેડિયનને અંજલિ પોતાના પ્રેમનો એકરાર કરી રહી છે. તો મુનવ્વર પણ અંજલીની ફિલિંગ જાણ્યા બાદ બ્લશ કરતો જોવા મળી રહ્યો છે.
પ્રોમમાં જોવા મળી મસ્તી
પ્રોમોમા જોઇ શકાય છે કે મુનવ્વર અને અંજલિ પોતપોતાના બેડ પર સૂઈ રહ્યાં છે. આ પછી અંજલિ મુનવ્વરને પૂછે છે કે શું તે શો પછી તેને મળવા દિલ્હી આવશે. જવાબમાં મુનવ્વર કહે છે કે તેને દિલ્હી કેમ આવવું પડે ? આ પછી અંજલિ તેને કહે છે કે પરેશાન થઈ ગયો ને તું . અંજલિની વાતનો જવાબ આપતા મુનવ્વરે ફરી કહ્યું, હું પહેલેથી જ તારાથી નારાજ છું.
અંજલિએ કહ્યું, દિલ્હી આવીશ મને મળવા ?
થોડો સમય બંને વચ્ચે મજાક-મસ્તીનો આ સિલસિલો ચાલતો રહ્યો. આ પછી તે ક્ષણ આવી જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વીડિયોમાં અંજલિ મુનવ્વરને આઈ લવ યુ કહેતી જોવા મળી રહી છે. આ પછી મુનવ્વર ખુબ ખુશ છે. તમે પ્રોમોમાં આ જોઈ શકો છો. ચાહકોને મુનવ્વર અને અંજલિની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ છે. હવે જોવાનું છે કે આવનારા સમયમાં તેમના સંબંધો ક્યાં સુધી આગળ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર સ્ટેબિંગ કેસ / સૈફ અલી ખાન પરના હુમલાનું હવે સત્ય બહાર આવશે, પોલીસને મળ્યો આરોપીનો કબજો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.