બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મોબાઈલથી કનેક્ટ કરીને EVM ઓપન કરી નાખ્યું', સાંસદના સાળા સામે FIR દાખલ

છેડછાડનો આરોપ / 'મોબાઈલથી કનેક્ટ કરીને EVM ઓપન કરી નાખ્યું', સાંસદના સાળા સામે FIR દાખલ

Last Updated: 04:04 PM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છેડછાડનો મુદ્દો ઉઠ્યો છે. મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે રવિન્દ્ર વાયકરના સાળાએ લોકસભા ચૂંટણીની મત ગણતરીના દિવસે ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો અને મોબાઈલથી ઈવીએમને કનેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચના અધિકારી ગૌરવ પાસે એક મોબાઈલ ફોન હતો, જેના દ્વારા મત ગણતરી દરમિયાન OTP જનરેટ થાય છે. આ ફોનનો ઉપયોગ સાંસદના સંબંધી પાંડિલકર કરતો હતો. પોલીસને શંકા છે કે સવારથી સાંજના 4.30 વાગ્યા સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેમ નોંધાયો કેસ

મુંબઈ પોલીસને નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ઘણા ઉમેદવારો અને ચૂંટણી પંચ પાસેથી ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકર પુનઃ ગણતરી બાદ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર 48 મતથી ચૂંટણી જીત્યા હતા. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ચૂંટણી પંચ પાસે તમામ CCTV ફૂટેજ છે, જે હવે મુંબઈ પોલીસને આપવામાં આવ્યા છે, જે આ મામલે તપાસ કરી રહી છે. આ કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમો બનાવી છે. આજથી પોલીસ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરશે, જે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ ફોનનો સીડીઆર લઈને મોબાઈલ નંબરની તમામ માહિતી એકઠી કરી રહી છે. ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ જાણવા માંગે છે કે કોને કોલ કરવામાં આવ્યો હતો અને કેટલા OTP મળ્યા હતા. પોલીસ એ પણ જાણવા માંગે છે કે તે ફોન પર કોલ આવ્યો હતો કે નહીં. નિયમો અનુસાર ઓટીપી જનરેટ થયા બાદ ફોન આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને આપવાનો હોય છે. હવે ફોન કેમ પાછો ન લેવાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે અને હવે મોબાઈલના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો : VIDEO : અંતિમ સંસ્કાર માટે જતી બોટ ડૂબી જતાં 6થી વધુ લોકોના મોત, ગંગામાં મચી બૂમાબૂમ

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

તમામ વિપક્ષી પાર્ટીઓએ આ મામલે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબ માંગ્યા છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું, 'EVM સાથે જોડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો. એનડીએના આ ઉમેદવાર માત્ર 48 વોટથી જીત્યા છે, આવી સ્થિતિમાં સવાલ એ છે કે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયો? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? એવા ઘણા પ્રશ્નો છે જે શંકા પેદા કરે છે. ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Mangesh Pandilkar case Mangesh Pandilkar EVM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ